Watch: Post Grand Italy Wedding, Ranveer’s Mumbai House All Lit Up
  • Home
  • Featured
  • મુંબઇમાં રણવીર સિંહનું ઘર દુલ્હન દીપિકાના સ્વાગતમાં ઝગમગ્યું, Video આવ્યો સામે

મુંબઇમાં રણવીર સિંહનું ઘર દુલ્હન દીપિકાના સ્વાગતમાં ઝગમગ્યું, Video આવ્યો સામે

 | 9:26 am IST

બોલિવુડના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન સંપન્ન થઇ ચૂકયા છે, હવે ફેન્સ તેમના આગમનની રાહ જોઇ રહ્યું છે. કહેવાય છે કે 18 નવેમ્બરના રોજ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ભારત પાછા આવી રહ્યાં છે. ત્યારે મુંબઇમાં રણવીરના ઘરને દુલ્હનની જેમ શણગારાયું છે. રણવીરના ફેન્સ ઘરની બહાર તેમની રાહ જોઇ રહ્યાં છે.

2018ના સૌથી મોંઘા લગ્નોમાંથી એક આ લગ્નની ચારેકોર ચર્ચા થઇ રહી છે. હાલ રણવીરના ઘરની બહાર ચારેબાજુ ખૂબસૂરત લાઇટ્સ લગાડવામાં આવી છે. લગ્ન તો ઇટલીમાં થયા હતાં. પરંતુ ભારતમાં પણ બે અલગ અલગ જગ્યાએ પાર્ટી થશે. સૌથી પહેલા 21 નવેમ્બરના રોજ બેંગ્લૂરૂમાં રિસેપ્શન છે અને પછી 28 નવેમ્બરના મુંબઇમાં પાર્ટી હશે.