Watch: R-R Ferry Service Fiasco!
  • Home
  • Videos
  • Featured Videos
  • રો-રો ફેરી સર્વિસનો ફિયાસ્કો….ટ્રકને લોડિંગ કરવા જતાં જ….Video જોઇ આવશે હસુ

રો-રો ફેરી સર્વિસનો ફિયાસ્કો….ટ્રકને લોડિંગ કરવા જતાં જ….Video જોઇ આવશે હસુ

 | 1:05 pm IST

ઘોઘા બંદર ખાતે એક સપ્તાહ પહેલા આવેલા રો-રો પેસેન્જર જહાજ વોયેજ સિમ્ફની નામના જહાજને લાંગરવામાં આવ્યું હતું. રોરો ફેરી સર્વિસમાં પેસેન્જરોની સાથે ટ્રાન્સપોર્ટેશન તરીકે પણ ઉપયોગ કરાશે. આથી હાલ જેટી ખાતે આવેલા જહાજમાં લોડીંગ વાહનોમાં ટ્રક ની ટ્રાયલ લેવામાં ભારે મુશ્કેલી પડી છે. તેને લઈને હાલ અધિકારીઓ દ્વારા લોડીંગ ટ્રાયલમાં પડતી મુશ્કેલીને દૂર કરવા મથામણ કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખોલતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવ્ય સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ માટે વોયેજ સિમ્ફની નામનું જહાજ ઘોઘા બંદર ખાતે એક સપ્તાહ પહેલા (10-10-2018) આગમન થયેલ. ઘોઘાથી શરૂ થનાર રોપેક્ષ ફેરી સર્વિસમાં ટ્રક, બસ, મોટરકાર, બાઈક અને પેસેન્જરોને એક સાથે લઇ જતી કાર્ગો શીપ બનાવામાં આવેલ છે. આ જહાજમાં પેસેન્જરો સાથે ટ્રાન્સપોર્ટેશન પણ કરવામાં આવનાર હોય જેને લઈને હાલ ઘોઘા બંદર જેટી ખાતે રોપેક્ષ ફેરી સર્વિસ માટેનાં જહાજમાં લોડીંગ વાહનોની ટ્રાયલ લેવામાં આવી રહી છે. ત્યારે લોડીંગ વાહનો ને જહાજમાં પાર્કિંગ માટે જેટી પર બનાવવામાં આવેલ પોન્ટુન પર હેવી ટ્રક લોડીંગ માટે ટ્રાયલ લેવામાં આવી હતી જેમાં ટ્રક લોડીંગ સમયે જહાજમાં ચડી રહ્યો હતો તે સમયે ટ્રક આગળથી ઉચો પણ થઇ જતો વીડિયો માં દેખાઈ રહ્યો છે તેમજ ટ્રક જહાજમાં ના ચઢવાના કારણે પાછળ ધકેલઇ ગયો. ત્યારે હાલ રોપેક્ષ ફેરી સર્વિસમાં લોડીંગ વાહનોના ટ્રાયલમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન