Video: રાહુલ ગાંધી મંચ પર બોલવા ઉભા થયાને....પછી શરમાઇને કેમ હસવા લાગ્યા? - Sandesh
  • Home
  • India
  • Video: રાહુલ ગાંધી મંચ પર બોલવા ઉભા થયાને….પછી શરમાઇને કેમ હસવા લાગ્યા?

Video: રાહુલ ગાંધી મંચ પર બોલવા ઉભા થયાને….પછી શરમાઇને કેમ હસવા લાગ્યા?

 | 9:19 am IST

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે એ સમયે અજીબ પરિસ્થિતિ ઉભી થઇ ગઇ જ્યારે તેઓ કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતા. વાત એમ છેકે સોમવારના રોજ કર્ણાટકના કાલાબુરાગીમાં રાહુલ ગાંધી એક જનસભાને સંબોધિત કરવાં પહોંચ્યા હતા, પરંતુ જેવું તેઓ ત્યાં આવેલા લોકોને સંબોધિત કરવા માટે બોલવાનું શરૂ કર્યું કે તેમનું માઇક બંધ થઇ ગયું. માઇકમાં પરેશાની આવતા કૉંગ્રેસ અધ્યક્ષના ચહેરા પર શરમનો ભાવ આવી ગયો હતો.

વીડિયોમાં રાહુલ ગાંધી માઇકને ઠોકી-ઠોકીને ચેક કરતાં પણ દેખાઇ રહ્યાં છે. તેમણે બે વખત બોલવાની કોશિષ કરી પરંતુ બંને વખત માઇક કામ ના કર્યું. ત્યારબાદ કૉંગ્રેસ અધ્યક્ષ મંચ પર હાજર બીજા માઇક તરફ ગયા, ત્યાં તેમણે સંબોધિત કરવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાં પણ માઇકમાંથી અવાજ બરાબર નીકળ્યો નહીં. સામે બેઠેલ પ્રજાએ કહ્યું કે અવાજ સંભળાતો નથી. ત્યારબાદ રાહુલ ગાંધી ફરીથી પહેલાં માઇકની તરફ ગયા.

રાહુલ ગાંધીને માઇકની સમસ્યા પહેલી વખત નથી નડી. આની પહેલાં 2013મા મીડિયાને સંબોધિત કરતાં હતા ત્યારે પણ રાહુલ ગાંધીને માઇકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.