Watch: Relation Of Principal And Teacher Goes Viral In Dahod
  • Home
  • Gujarat
  • દાહોદ આચાર્યની પ્રેમલીલાનો Video: શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

દાહોદ આચાર્યની પ્રેમલીલાનો Video: શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

 | 10:00 am IST

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ખાતે આવેલી જીલ્લા શિક્ષણ શાખા હસ્તકની પ્રાથમિક શાળાના આચાર્યની પ્રેમલીલાનો વીડિયો છેલ્લાં ત્રણ ચાર દિવસથી સમગ્ર પંથકમાં ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયો કલાસરૂમમાં છુપાવીને રાખવામાં આવેલા મોબાઇલમાં કેદ કરીને ઉતારાયોની આશંકા છે. આ મામલે શિક્ષિકાએ આચાર્ય વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.

સંજેલી તાલુકા શિક્ષણ સંઘના ઉપપ્રમુખ તા.મહિલા કોંગ્રેસ મોર્ચાના પતિનો શાળામાં જ પ્રેમ લીલાની હરકત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સાથો-સાથ ગામના માજી સરપંચ અને સરપંચના પતિ પંચાયતના સભ્ય સહિત 17 જેટલા આગેવાનોએ 10 જેટલા મુદ્દા સાથે તાલુકા જીલ્લા ગાંધીનગર શિક્ષણ મંત્રી સહિત લેખિત રજૂઆત કરી છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ શિક્ષિકાએ આ મામલે સંજેલી તાલુકા પોલીસ મથકે આચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવા પ્રમાણે આચાર્યએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે રવિવારે શિક્ષણ જગતને કલંક લગાડતો એક બનાવ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામથી સામે આવ્યો હતો. અહીં ક્લાસરૂમમાં જ સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષિકા વચ્ચેના ઇલુ-ઇલુના વીડિયો વાયરલ થયા હતો. વીડિયો સામે આવ્યા બાદ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.