Watch: Sakshi Dhoni enjoyed after CSK beat KKR win fourth IPL title
  • Home
  • Sports
  • Cricket
  • CSK જીતતા સાક્ષી-રીવાબા ખુશીથી ઝૂમી ઉઠ્યા, વીડિયો-તસવીરો વાયરલ

CSK જીતતા સાક્ષી-રીવાબા ખુશીથી ઝૂમી ઉઠ્યા, વીડિયો-તસવીરો વાયરલ

 | 10:41 am IST
  • Share

 IPL 2021ની ફાઇનલ મેચ ચેન્નઇ જીત્યું અને સ્ટેડિયમમાં જશ્નનો માહોલ શરૂ થઇ ગયો હતો. ચેન્નઇ સુપર કિંગ્સની જીતનો જશ્ન ફેન્સ તો મનાવી જ રહ્યા હતા સાથો સાથ ક્રિકેટર્સના પરિવારજનો પણ રાજીના રેડ થઇ ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં. એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુપ્લેસિસ અને બીજા બધા ખેલાડીઓના પત્ની પરિવાર સાથે મેદાનના સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા.

ધોનીની પુત્રી જીવા અને રૈનાની પુત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) અને કોલકાતા (KKR) વચ્ચે રમાયેલી IPL 2021ની અંતિમ મેચમાં CSKએ KKR ને 27 રનથી હરાવ્યું. ચેન્નઈ સુપર કિંગ્સે KKR સામે 193 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આમાં સૌથી મોટો ફાળો ઓપનર ફાફ ડુપ્લેસિસનો રહ્યો હતો, જેણે 86 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. મેચ જીત્યા બાદ તમામ ખેલાડીઓની પત્ની પણ ખુશીથી ઝૂમી ઊઠી હતી.

મેચ જીત્યા બાદ IPL એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચેન્નઈના તમામ ખેલાડીઓ સહિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ડાન્સ કરતી જોવા મળે છે. આ સાથે પ્રિયંકા ચૌધરી અને રીવાબા પણ ખુશીથી ઝૂમી ઊઠી હતી. વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો