Video: Security Footage Shows 'Smooth Criminal' Dancing After Robbery In Gandhinagar
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ચોરી કરી ખુશખુશાલ ચોર CCTV જોઇ મારવા લાગ્યો ઠુમકા, જાણો ગુજરાતના કયા શહેરની આ ઘટના

Video: ચોરી કરી ખુશખુશાલ ચોર CCTV જોઇ મારવા લાગ્યો ઠુમકા, જાણો ગુજરાતના કયા શહેરની આ ઘટના

 | 2:08 pm IST

ગુજરાતના આ શહેરમાં થોડાંક દિવસ પહેલાં જે રીતે બંડીધારી ગેંગે ચોરી કરી તે જોઇ સૌ કોઇ હેરાન થઇ ગયા છે. હાલ સોશિયલ મીડિયા પર ગાંધીનગરનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પાંચ ચોરોની બંડીધારી ગેંગ ઘર લૂંટવા આવ્યા હતા. બંડીધારી ગેંગના સભ્યોમાંથી એકે જેવો CCTV કેમેરો જોયો કે ડાન્સ કરવા લાગ્યો. ચોરોએ ચાદર લપેટી હતી તે વીડિયોમાંમાં જોઇ શકો છે. 5 ચોર ઘરમાં પહેલાં દાખલ થાય છે તો ચાદર ઓઢેલ શખ્સ CCTV કેમેરો જોઇ લે છે. ત્યારબાદ તે ડાન્સ કરવાનું શરૂ કરી દે છે.

બાદમાં પોલીસે કહ્યું કે ચોરોએ બે ઘરમાં ચોરી કરી. તેમણે બંને ફ્લેટમાંથી રોકડ અને જ્વેલરી ચોરી છે. તેની કિંમત લાખોમાં છે. પોલીસે અજાણ્યા ચોરો પર બે ફરિયાદ નોંધી છે. વીડિયો જોઇ લાગી રહ્યું છે કે ચોરોને ચોરી કરવાનો જરાય ડર નથી. તેમણે પહેલેથી જ રેકી કરી હતી અને ચોરી માટે સંપૂર્ણ તૈયારી કરી હતી.

આની પહેલાં થોડાંક દિવસ પહેલાં Mumbai Police એ ટ્વિટર પર વીડિયો શેર કર્યો હતો. જેમાં ચોર લાઇનમાં ઉભો હોય છે અને પર્સ ચોરી કરવાની ફિરાકમાં હોય છે. ચોરી કર્યા બાદ જેવો CCTVને જુએ છે તો તે હાથ જોડે છે અને સામેવાળાનું પર્સ પાછું મૂકી દે છે. શખ્સ તેની સામે હાથ મિલાવી આભાર માને છે. તેની સાથે જ તે લોકોની વચ્ચે હીરો બની જાય છે.