Video: BJP ધારાસભ્યની સામે દીકરા અને સમર્થકોની ગુંડાગીરી, ટોલકર્મીને માર્યો - Sandesh
  • Home
  • India
  • Video: BJP ધારાસભ્યની સામે દીકરા અને સમર્થકોની ગુંડાગીરી, ટોલકર્મીને માર્યો

Video: BJP ધારાસભ્યની સામે દીકરા અને સમર્થકોની ગુંડાગીરી, ટોલકર્મીને માર્યો

 | 9:16 am IST

સત્તાના નશો કેવો છાપરે ચઢી પોકારે છે તેનો એક પુરાવો ફરી એકવખત ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યો. મથુરાની બલદેવ વિઘાનસભાથી ભાજપ ધારાસભ્ય પૂરન પ્રકાશના દીકરા અને તેના સમર્થકોએ મથુરાની પાસે નેશનલ હાઇવે નંબર-2 પર મધુવન સ્થિત ટોલ પ્લાઝાના કર્મીઓ સાથે ખરાબ વર્તન જ નહીં પરંતુ ખૂબ મારઝૂડ પણ કરી હતી. જે સમયે આ બન્યું ત્યારે ભાજપના ધારાસભ્ય પૂરન પ્રકાશ પણ ત્યાં હાજર હતા. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ.

જ્યારે ધારાસભ્યને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ લોકો હંમેશા ખોટું કરે છે. તેમણે કહ્યું કે તેમની ગાડીની આગળ તેમની સિક્યોરિટી ગાડી નીકળી હતી પરંતુ જેવી તેમની કાર આવી તો ટોલકર્મીએ બેરિકેડ્સ પાડી દીધું જે તેમની કાર પર આવી ટકરાયું. મોટા-મોટા અક્ષરોમાં ધારાસભ્ય એમ તેમની ગાડી પર લખેલું હતું. તેમ છતાંય આ લોકોએ બેરિકેડ્સ પાડી દીધું.

સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે ટોલ પરથી ઝડપથી ધારાસભ્યની ગાડી નીકળી રહી છે. જેવી ટોલ બુથની પાસે કાર પહોંચે છે કે ટોલનું બેરિકટસ પડી જાય છે અને કાર પર રગડીને જતું રહે છે. કાર થોડીક આગળ જઇને ઉભી રહે છે. તેમાંથી એકબાજુએથી ધારાસભ્ય પૂરન પ્રકાશ નીકળે છે અને બીજી બાજુથી તેમનો ડ્રાઇવર, સ્ટાફ અને દીકરો. આ લોકો જઇને ટોલકર્મી સામે મારા-મારી કરે છે. ત્યાં ઉભેલા બધા લોકો જોયા કરે છે. કોઇપણ તેમને છોડાવાની કોશિષ કરતું નથી. સીસીટીવી ફૂટેજના મતે 13 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યાની આસપાસની આ ઘટના છે.

પૂરન પ્રકાશની ટોલગેટ પર આ પહેલી માથાકૂટ નથી. આની પહેલાં 29 ઑક્ટોબર, 2016ના રોજ પણ ટોલ પર ટોલકર્મી સાથે બાખડી પડે છે અને તેમના સમર્થક ટોલકર્મી સાથે મારઝૂડ કરી ચૂકયા છે. તે સમયે પણ તેમનો વીડિયો વાયરલ થયો હતો.