Video : નાઇટ ક્લબમાં ડાન્સ કરતા દેખાયા સૌરવ ગાંગુલી, નહી જોયો હોય દાદાનો આ અંદાજ - Sandesh
  • Home
  • Videos
  • Video : નાઇટ ક્લબમાં ડાન્સ કરતા દેખાયા સૌરવ ગાંગુલી, નહી જોયો હોય દાદાનો આ અંદાજ

Video : નાઇટ ક્લબમાં ડાન્સ કરતા દેખાયા સૌરવ ગાંગુલી, નહી જોયો હોય દાદાનો આ અંદાજ

 | 5:34 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઇને કોઇ પણ હેરાન થઇ શકે છે. ત્યારે આ વીડિયોમાં સૌરવ ગાંગુલીનું એક એવુ રૂપ જોવા મળ્યું જેમાં સૌરવ ગાંગુલી નાચતા જોવા મળી રહ્યાં છે. હંમેશા ગંભીર રહેનાર સૌરવ ગાંગુલી બાળકોની જેમ નાચી રહ્યાં છે. વીડિયોમાં સૌરવે ઓરેન્જ રંગની શર્ટ પહેરી છે. આ વીડિયો કોલકતાના કોઇ નાઇટ ક્લબનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સૌરવની સાથે ઘણાં લોકો દેખાઇ રહ્યાં છે. સૌરવ ગાંગુલી કોઇ કિશોરની જેમ હાથ ઉપર કરી પૂરા જોશથી નાચી રહ્યાં છે.  ત્યારે કદાચ પહેલો જ મોકો હશે જેમાં સૌરવ ગાંગુલી સાર્વજનિક રીત પર એટલી મસ્તી કરતા દેખાયા.