Video: Stage at Dahi-Handi celebrations in Pune's Budhwar Peth area collapsed yesterday
  • Home
  • Featured
  • દહીં-હાંડીની ઉજવણી વખતે અચાનક સ્ટેજ ધડામ કરતાં તૂટ્યુંને પછી…સમગ્ર ઘટના Videoમા કેદ

દહીં-હાંડીની ઉજવણી વખતે અચાનક સ્ટેજ ધડામ કરતાં તૂટ્યુંને પછી…સમગ્ર ઘટના Videoમા કેદ

 | 10:53 am IST

ગઇકાલે રાત્રે કૃષ્ણ જન્મની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી થઇ રહી હતી. પૂણેના બુધવાર પેઠ વિસ્તારમાં પણ દહીં-હાંડીના કાર્યક્રમનું ભવ્યતાભિવ્ય આયોજન કરાયું હતું, ત્યારે અચાનક જ સ્ટેજ ધડામ કરતાં તૂટી પડતા કેવા હાલ સર્જાય છે તે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ છે.

આપને જણાવી દઇએ કે દહીં-હાંડી ઉત્સવ મુંબઇમાં સૌથી વધુ ઉત્સાહભેર ઉજવાય છે. સોમવારના રોજ દહી-હાંડી ઉત્સવ દરમ્યાન માનવ પિરામિડ બનાવતા સમયે થયેલ દુર્ઘટનના લીધે મુંબઇમાં 36 ‘ગોવિંદા’ ઘાયલ થયા હતા. ત્યાં ઘાયલ થવા પર હોસ્પિટલમાં દાખલ એક ‘ગોવિંદા’નું સારવાર દરમ્યાન મોત થયું હતું.