Video: Statue Of Unity Work Fast In Kavadiya
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીને અપાઇ રહ્યો છે આખરી ઓપ, સામે આવ્યો એક્સિલુસિવ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટીને અપાઇ રહ્યો છે આખરી ઓપ, સામે આવ્યો એક્સિલુસિવ Video

 | 1:01 pm IST

સરદાર પટેલની વિશાળ પ્રતિમાના ચહેરાની આંખોના ભાગને લગાવી દેવામાં આવે છે. હવે આંખ અને નાક તથા હોઠના ભાગને લગાડી દેવામાં આવ્યા છે. ત્યારે હવે સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળકાય પ્રતિમાનું કામ પૂર્ણતાના આરે છે. હાલમાં પ્રતિમાના સૌથી મહત્વના ભાગ એટલે કે ચહેરાનું કામ ખૂબ બારીકાઈથી ચાલી રહ્યું છે. કારણ કે જો થોડીક પણ ભૂલ થઇ જાય તો ચહેરો બરાબર ન દેખાય, આથી ખૂબ જ કાળજીપૂર્વક આ કામગીરી ચાલી રહી છે. નાક અને હોઠના ભાગના 8 થી 10 ટન વજનનો બ્રોન્ઝના મહાકાય ટુકડાઓને ટ્રકોમાં લાવામાં આવ્યા હતા.

હવે કામ પૂર્ણતાના આરે છે તે જ ચેલેન્જિંગ છે. કારણ કે એક તો ઊંચાઇ પર કામ કરવાનું જેમ જેમ ઉપર કામ કરવાનું થાય તેમ તેમ પવનનું જોર પણ વધતું જાય છે. તેના લીધે હાલમાં સરદાર પટેલની પ્રતિમાના 182 મીટર ઊંચાઇ માથાના ભાગે કામ કરવું અઘરું બન્યું છે.