Watch : Swooning to Song With Newborn, Odisha Nurse Shares Video on TikTok
  • Home
  • Featured
  • હોસ્પિટલમાં નવજાત બાળકની સાથે ડાન્સ કરતો નર્સોનો Tik Tok Video જોઇ આવશે ગુસ્સો

હોસ્પિટલમાં નવજાત બાળકની સાથે ડાન્સ કરતો નર્સોનો Tik Tok Video જોઇ આવશે ગુસ્સો

 | 8:29 am IST

ઓરિસ્સાથી એક એવો વીડિયો વાયરલ થયો છે કે તેને જોઇ લોકોમાં ગુસ્સો ભડક્યો છે. નવજાત બાળકના સ્પેશ્યલ યુનિટમાં નર્સોનો Tik Tok વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નર્સ પોતાના સત્તાવાર પોશાકમાં એસએનસીયુની અંદર નાચતી-ગાતી અને મસ્તી કરતી દેખાય રહી છે. આ વીડિયોમાં એક નવજાત બાળકને પણ બતાવ્યું છે.

ઓરિસ્સાના મલકાનગિરિના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (CDMO) એ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલની સ્પેશ્યલ નવજાત શિશુ કેર યુનિટ (SNCU)ની અંદર બેદરકારીભર્યું વર્તન કરનાર અને ટિકટૉક વીડિયો બનાવનાર કેટલીક નર્સોને કારણ બતાવો નોટિસ મોકલી છે.

CDMOએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ બતાવી છે. તેમણે કહ્યું કે આ મામલામાં કડક કાર્યવાહી કરાશે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો કડક કાર્યવાહી કરવાની અને જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન