Watch: Tabrez Shamsi Magic Trick After Wicket
  • Home
  • Featured
  • Video: વિકેટ લીધા બાદ આ ખેલાડીએ પેન્ટમાંથી કાઢી એવી વસ્તુ કે જોનારા થઇ ગયા સ્તબ્ધ

Video: વિકેટ લીધા બાદ આ ખેલાડીએ પેન્ટમાંથી કાઢી એવી વસ્તુ કે જોનારા થઇ ગયા સ્તબ્ધ

 | 1:40 pm IST

સાઉથ આફ્રિકાની પ્રખ્યાત ટી-20 લીગ (Mzansi Super League) ચાલી રહી છે. પાર્લ રૉક્સ અને નેલ્સન મંડેલા બૅ જાયન્ટની વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાયો. પાર્લ રૉક્સે બૅ જાયન્ટ્સને 6 વિકેટથી હરાવી દીધા. તબરેઝ શમશી એ શાનદાર પ્રદર્શન કર્યું અને કંઇક હટકે કરીને બધાને ચોંકાવી દીધા. તબરેજ શમશીએ માત્ર શાનદાર બોલિંગ જ નહીં પરંતુ એક અલગ જ અંદાજમાં જશ્ન મનાવ્યો હતો.

જી હા તબરેજ શમશી એ 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા. મેચની 8મી ઓવરમાં શમશીએ બેન ડકેતને આઉટ કર્યો અને અનોખી રીતે જશ્ન મનાવ્યો. શમશીએ વિકેટ લીધા બાદ પેન્ટમાંથી રૂમાલ કાઢ્યો અને ઝડપથી હલાવા લાગ્યો. ત્યારબાદ તે રૂમાલ અચનાક ડંડો બની ગયો. ત્યારબાદ તે ડંડાને લઇ ફરવા લાગ્યો. આ જોઇ સાથી ખેલાડીઓ પણ સ્તબ્ધ થઇ ગયા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન