Video: Watch The Video Of unseasonable Rain Hail
  • Home
  • Featured
  • રાજ્યમાં વીજળીનાં કડાકાઓ સાથે વરસાદ, અનેક જગ્યાએ પડ્યા જોરદાર કરા, જોઇલો વિડીયો

રાજ્યમાં વીજળીનાં કડાકાઓ સાથે વરસાદ, અનેક જગ્યાએ પડ્યા જોરદાર કરા, જોઇલો વિડીયો

 | 7:19 pm IST

રાજ્યમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં અનેક ઠેકાણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. આ ઉપરાંત ધૂળની ડમરીઓ અને ભારે પવન પણ ફૂંકાયો હતો. ત્યારબાદ ગાજ-વીજ સાથે ઘણી જગ્યાએ કમોસમી વરસાદ થયો હતો. અનેક ઠેકાણે કરા પણ પડ્યા હતા. તો ભારે પવનનાં કારણે કેટલીક જગ્યાએ વૃક્ષ પડવાનાં, છાપરા ઉડવાનાં અને પતરા પણ હવા સાથે ઉડી ગયા હોવાના બનાવો સામે આવ્યા છે. મોરબીમાં પણ ગાજ-વીજ સાથે વરસાદ પડ્યો હતો. અહીં કરા પણ પડ્યા હતા. કરા પડતા લોકોને મજા આવી હતી. વરસાદ થતા ગરમીમાં લોકોને રાહત મળી હતી. જોઇલો વરસાદની સાથે કરા પડ્યાનો આ વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન