watch this video after you will motivate yourself social media
  • Home
  • Featured
  • મન હોય તો માળવે જવાય, આ બાળકની હિંમતને સો સો સલામ!

મન હોય તો માળવે જવાય, આ બાળકની હિંમતને સો સો સલામ!

 | 2:41 pm IST

જીવનમાં ક્યારેક એવા પલ આવે કે જે આપણને તોડી નાખે છે. આપણે વેર વીખેર થઈ જઈએ છીએ જો કે આવાજ મુશ્કેલ સમયમાંથી રસ્તો પાર કરી શકાય તેવી હિમ્મત પણ મળતી હોય છે. પ્રેરણા આપનાર આ વીડિયો એક વાર જરૂર જોઇલો જો માણસ ઇચ્છે તો કોઈ કામ મુશ્કેલ નથી તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે આ વીડિયો.

આ વીડિયો ઉપેન્દ્ર રાયે શેર કર્યો છે આ વીડિયો એટલો પ્રેરણાદાયક છે કે અત્યાર સુધી 14 હજારથી વધુ વાર જોવાઈ ચુક્યો છે. હાથ ન હોવાથી પગે લખતો આ આ બાળક આપણને જરૂરથી પ્રેરણા આપી જાય છે. આ વીડિયોમાં એક બાળકના બે હાથ નથી આમ છતા મુશ્કેલીઓ સામે હિંમત હાર્યા વગર તે પગેથી લખે છે.

આ જોઈને નાની નાની વાતોમાં ફરીયાદ કરતા આપણા જેવા લોકો સામે આ સૌથી મોટી વાત છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન