Video : Tourist Almost Swept Away by Massive Wave While Posing for Bali Holiday Snap
  • Home
  • Featured
  • Video: બીચ પર ફોટો ખેંચવાતી હતી મહિલા અને પ્રચંડ મોજું આવતા પછી જે હાલ થયા….

Video: બીચ પર ફોટો ખેંચવાતી હતી મહિલા અને પ્રચંડ મોજું આવતા પછી જે હાલ થયા….

 | 1:55 pm IST

સોશિયલ મીડિયા પર એક રૂંવાડા અદ્ધર કરી દેનારો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા ટુરિસ્ટ દરિયાકિનારે ફોટો ખેંચાવા માટે ઉભી હોય છે, આ દરમ્યાન એક જોરદાર લહેર આવે છે અને તેને વહાવી લઇ જાય છે. કહેવાય છે કે આ વીડિયો ઇન્ડોનેશિયાના નુસા લેમ્બોંગનના એક દ્વીપ ડેવિલ્સ ટિયરનો છે, અહીં આ ઘટના બની હતી.

ડેવિલ્સ ટિયર પર એક મહિલા બંને હાથોને ફેલાવી અને ચહેરા પર સ્માઇલ માટે પોઝ કરી રહી હોય છે. આ દરમ્યાન પાછળથી જોરદાર મોજું આવે છે અને તેની ઝપટમાં મહિલાને ખેંચી દૂર ધકેલી દે છે. આ વીડિયો એક સમય તો હૃદયના ધબકારા ચૂકી જવાશે. જો કે આ મહિલાને ખાસ ઇજા પહોંચી નથી, તેને તરત જ હોસ્પિટલ પહોંચાડાઇ હતી.

આપને જણાવી દઇએ કે ડેવિલ્સ બીચ ઇન્ડોનેશિયાનું પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટીનેશન છે. અહીં હજારોની સંખ્યામાં લોકો ફરવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન