Watch : Two men for stealing onions from shops in Mumbai
  • Home
  • Featured
  • ડુંગળીની ચોરી થોભવાનું નામ લેતું નથી, મુંબઇમાં ગરીબોની ‘કસ્તૂરી’ની ચોરીનો Video વાયરલ

ડુંગળીની ચોરી થોભવાનું નામ લેતું નથી, મુંબઇમાં ગરીબોની ‘કસ્તૂરી’ની ચોરીનો Video વાયરલ

 | 10:01 am IST

ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા હવે ચોરોની નજર ડુંગળી પર ટકી ગઇ છે. એક પછી એક આખા દેશમાં ડુંગળીના ચોરીથી સંબંધિત સમાચાર સામે આવી રહ્યા છે. હજુ તો ગઇકાલે લખનઉમાં ડુંગળી અને લસણની ચોરીના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં મુંબઇમાં ચોરોએ ડુંગળીના કોથળા પર હાથ સાફ કર્યો હતો. પરંતુ બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થઇ ગયા અને ફૂટેજના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.

21 હજારથી વધુ કિંમતની ડુંગળી

મળતી માહિતી પ્રમાણે વારદાત મુંબઇના ડોંગરી વિસ્તારમાં બની છે. અહીં બે દુકાનદારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મોડી રાત્રે તેમની દુકાનમાં ડુંગળીની ચોરી થઇ છે. વેપારીઓએ કહ્યું કે ચોરી કરાયેલ ડુંગળીની કિંમત અંદાજે 21160 રૂપિયા છે. ત્યારબાદ પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી. આ દરમ્યાન દુકાનની બહાર લાગેલા સીસીટીવીના ફૂટેજ જોવા પર મોડી રાત્રે બે લોકો દુકાનમાં ઘૂસતા દેખાયા. તેના આધાર પર પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન