Video: heavy rain in Mumbai
  • Home
  • Videos
  • Featured Videos
  • મુંબઇ Video: દરિયા કિનારે વરસાદને માણવા ઉભું હતું કપલને અચાનક દરિયાના મોજા આવતા…

મુંબઇ Video: દરિયા કિનારે વરસાદને માણવા ઉભું હતું કપલને અચાનક દરિયાના મોજા આવતા…

 | 11:40 am IST

મુંબઇમાં છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત વરસાદ પડતાં લોકોને બફારામાંથી ચોક્કસ રાહત મળી ગઇ છે. પરંતુ હવે ધોધમાર પડતાં વરસાદે મુંબઇગરાની સ્થિતિ કફોડી કરી દીધી છે. આ બધાની વચ્ચે કેટલાંક લોકો બીચ એન્જોય કરવા માટે જતા હોય છે, ત્યારે દરિયા કિનારાના દ્રશ્યો જોઇ થોડીક વાર માટે આપણા જીવ તાળવે ચોંટી જતા હોય છે. વરસાદની સીઝનમાં દરિયાકાંઠેથી દૂર રહેવાની વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે, પરંતુ લોકો તેની ગંભીરતાથી નોંધ લેતા નથી. હાલ મુંબઇના દરિયાકિનારાનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં એક કપલ સહિત કેટલાંય લોકો દરિયાકિનારાને એન્જોય કરી રહ્યાં હોય છે, પરંતુ ત્યારે જ અચાનક વિકરાળ મોજા આવે છે તેને જોઇ જીવ પડકી બંધાઇ જાય તેવા દ્રશ્યો કેમેરામાં કેજ થયા છે.