Watch Video Hrithik Nails Dheeme Dheeme Challenge with Kartik Aaryan
  • Home
  • Videos
  • Featured Videos
  • કાર્તિકે એવી શું ભૂલ કરી કે ફેન્સે કહ્યું-તારા બાપને ના શીખવાડ, ચોમેર વીડિયોની ભારે ચર્ચા

કાર્તિકે એવી શું ભૂલ કરી કે ફેન્સે કહ્યું-તારા બાપને ના શીખવાડ, ચોમેર વીડિયોની ભારે ચર્ચા

 | 10:37 am IST

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ પતિ પત્ની ઓર વોના કારણે ચર્ચામાં છે. બોક્સ ઓફિસ પર તેની કમાણી પણ સારી છે. એવામાં હાલમાં તેના એક ગીત ધીમે ધીમેનો વીડિયો વાયરલ થયો છે કે જેનાં લીધે કાર્તિક ટ્રોલ થયો છે. આ વીડિયોમાં કાર્તિક અને ઋતિકનો ડાન્સ બતાવવામાં આવ્યો છે. કાર્તિક ઋતિકને સોન્ગના સ્ટેપ શીખવાડી રહ્યો છે.

આ ઘટના છે સ્ટાર સ્ક્રીન એવોર્ડ 2019 દરમિયાનની. આ સમયે કાર્તિકને સ્ટેજ પર ડાન્સ કરવા બોલાવવામાં આવે છે. ત્યારબાદ ઋતિક અને કાર્તિક ધીમે ધીમે ગીત પર ડાન્સ સ્ટેપ કરે છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ ડાન્સ જોઈને ફેન્સ કાર્તિકને ટ્રોલ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે, તારા બાપને ડાન્સ ના શીખવાડ. તો બીજા એકે લખ્યું કે, ઋતિક સાથે ડાન્સ કરીને કાર્તિકને લાગ્યું હશે કે માફ કરો સર. તો અન્ય એકે લખ્યું કે, હવે વિદ્યાર્થીને લાગે છે કે તે સાહેબ કરતાં આગળ નીકળી ગયો. તો જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન