Watch Video: Long queues at supermarkets in USA
  • Home
  • Videos
  • Featured Videos
  • Video:કોરોના સામે અમેરિકા પણ ઘૂંટણીયે, USના મોલ આગળ 5-5 કિલોમીટર લાંબી લાઈનો લાગી

Video:કોરોના સામે અમેરિકા પણ ઘૂંટણીયે, USના મોલ આગળ 5-5 કિલોમીટર લાંબી લાઈનો લાગી

 | 3:34 pm IST

કોરોનાના કહેર વચ્ચે સોશિયલ મીડિયામાં અનેક વીડિયો સામે આવતા હોય છે. કોરોનાની મહામારી વચ્ચે ત્યાંની સ્થિતિ શું છે તેને લઈને ભારતીયો પોતાના વીડિયો બનાવતા હોય છે. કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તેમાંથી સુપર પાવર અમેરિકા પણ બાકાત નથી.

કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહેલા અને ઉદારીકરણના હિમાયતી અમેરિકાને પહેલી વખત તેના ગેરફાયદાનો વરવો અનુભવ થયો છે. મોલ કલ્ચર માટે જાણીતા અમેરિકાના લોકો વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં દરેક મોલ આગળ હાજરો લોકોની ભીડ ઉમટી રહી છે.

લોકો વસ્તુઓ લેવા માટે પાંચ-પાંચ કિલોમિટર લાંબી લાઈનમાં કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. ભારતમાં હજી પણ કરિયાણાની નાની દુકાનો હોવાથી આવી સ્થિતિ આવી નથી. નોંધનીય છે કે અમેરિકામાં 55 હજાર લોકો કોરોનાથી સંક્રમિત છે અને 800 લોકોએ જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન