રણબીરના દાદા રાજ કપૂરના ગીત પર માહિરા ખાનનું ડબસ્મૈશ, Video વાયરલ - Sandesh
NIFTY 10,608.30 +23.60  |  SENSEX 34,609.98 +159.21  |  USD 66.3600 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીરના દાદા રાજ કપૂરના ગીત પર માહિરા ખાનનું ડબસ્મૈશ, Video વાયરલ

રણબીરના દાદા રાજ કપૂરના ગીત પર માહિરા ખાનનું ડબસ્મૈશ, Video વાયરલ

 | 2:00 pm IST

બોલિવુડના ફેમસ એકટર રણબીર કપૂર સંગ પાકિસ્તાની એક્ટ્રેસીસ માહિરા ખાનના સ્મોક કરતાં વીડિયો થોડાંક સમય પહેલાં ખૂબ વાયરલ થયા હતા. બંને એક્ટર્સે આ મુદ્દા પર સ્પષ્ટતા પણ કરી હતી. હવે માહિરાનો બીજો એક વીડિયો વાયરલ થયો છે જેનું કનેકશન પણ રણબીર કપૂર સાથે જોડાયેલ છે.

آئ لو یو!!💕. @adnanansariofficial

A post shared by Mahira Khan (@mahirahkhan) on

માહિરા ખાને ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે રણબીર કપૂરના દાદા અને હિન્દી સિનેમાના શાનદાર એકટર રહેલા રાજ કપૂરના એક ગીત પર ડબસ્મૈશ કરતી જોવા મળી રહી છે. તેમની ફિલ્મ ‘ચોરી ચોરી’નું ગીત ‘જહાં ભી જાતી હું વહાં ચલે આતે હો’ પર ક્ટૂય ડબસ્મૈશ કર્યું છે. સૌથી ખાસ વાત આ વીડિયો હિન્દી સિનેમાના ગોલ્ડન એરાની યાદ અપાવે છે, કારણ કે આ વીડિયોને બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં ફિલમાવ્યો છે.

માહિરા પોતાના એક મિત્રની સાથે આ વીડિયોમાં નૂતનની જેમ એક્સપ્રેશન આપતા કમાલની દેખાય રહી છે.

રણબીરની સાથે માહિરીનો સ્મોક કરતો વાયરલ થયેલ ફોટો બાદ બંનેના અફેરની ચર્ચા થવા લાગી હતી. ત્યારબાદ રણવીરે આ તમામ ગૉસિપને લઇ નિવેદન આપ્યું હતું. ફોટો પર રણબીરે કહ્યું કે મેં છેલ્લાં કેટલાંક મહિનાઓથી માહિરાના શ્રેષ્ઠ વ્યક્તિત્વને ઓળખ્યું છે. તેઓ એક એવી વ્યક્તિ છે અને તેમની એવી ઉપલબ્ધિઓ છે અને જે રીતની તે વ્યક્તિ છે આ વાતો માટે હું તેમની ખૂબ ઇજ્જત કરું છું. તેમના અંગે આ પ્રકારની વાતો કરવી અને તેમને જજ કરવા ખૂબ ખોટું છે. સૌથી મોટા દુખની વાત એ છે કે તેઓ એક મહિલા છે આથી તેમને અસમાનતાની નજરે જોઇ રહ્યાં છે. હું તમને એ ભલામણ કરું છું કે આ નેગેટિવિટીને બંધ કરો અને પોતાની સુંદર જિંદગીની સાથે આગળ વધો.