watch video urvashi rautela belly dance on shakira song
  • Home
  • Featured
  • ઉર્વશીએ એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે ભલભલા થીરકવા મજબુર બન્યા, VIDEOમાં જુઓ બોલ્ડ અંદાજ

ઉર્વશીએ એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે ભલભલા થીરકવા મજબુર બન્યા, VIDEOમાં જુઓ બોલ્ડ અંદાજ

 | 11:00 am IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં લગાતાર ચર્ચામાં છે અને ફોટો તેમજ નવા નવા વીડિયો અપલોડ કરતી રહે છે. હાલનાં જ ઉર્વશીએ એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે શકીરાના ગીત પર જોરદાર ડાન્સ કરી રહી છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ મોજમાં આવી ગયા અને એની બીટ પર થીરકવા લાગ્યા. શકીરાનો અંદાજ અને ઉર્વશીનો બોલ્ડ લૂક બન્નેએ મળીને સોશિયલ મીડિયા ર તહેલકો મચાવી દીધો છે.

ઉર્વશી અભિનેત્રી તો છે જ, પણ સાથે સાથે સારામાં સારી ડાન્સર પણ છે. આ વીડિયોમાં ઉર્વશી બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. હિપ્સ ડોન્ટ લાઈ ગીત પર ઉર્વશીએ બેલી ડાન્સ કરીને ચાર ચાંદ લગાવી દીધા છે. આ વીડિયોમાં ઉર્વશી સિલ્વર કલરના ટોપમાં જોવા મળી રહી છે. ઉર્વશી પણ આ કપડાં સુંદર લાગી રહી છે. ફેન્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન