watch viral video of leopard and frog fight on social media
  • Home
  • Featured
  • VIDEO: હવે સમય બદલાયો, દીપડા જેવા ઘાતક પ્રાણીને પણ નાનકડા દેકડાથી ભાગવું પડે છે!

VIDEO: હવે સમય બદલાયો, દીપડા જેવા ઘાતક પ્રાણીને પણ નાનકડા દેકડાથી ભાગવું પડે છે!

 | 11:30 am IST

દીપડાનો સામનો કરવો એટલે કંઈ જેવી તેવી વાત નથી. ભલભલા પ્રાણીઓનો પરસેવો છૂટી જતો હોય છે. કારણ કે દીપડા ક્યારેક ક્યારેક કોઈ શિકાર કરવા માટે કલાકો સુધી એકની એક જગ્યાએ પણ ઊભો રહી શકે છે. પરંતુ એક દેડકો દીપડા સામે પુરી નીડરતા સાથે ઉભો રહ્યો અને વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેડકો દીપડો સામે લડી રહ્યો છે.

આઈએફએસ ઓફિસર સુશાંત નંદાએ આ વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયો શેર કરીને લખ્યું કે, સમય બદલાઈ રહ્યો છે. અવિશ્વસનીય ફાઈટ, એક દેડકા અને દીપડા વચ્ચે. જુઓ આખરે કોણ જીત્યું. આ વીડિયોમાં એક દેડકો અને દીપડો જોવા મળી રહ્યા છે. બન્ને એક બીજા સામે ઘુરી રહ્યા છે. તે દીપડાને ડરાવવા માટે મોઢું ફાડે છે. ત્યારબાદ દીપડો પોતાના રસ્તે ચાલ્યો જાય છે. દેડકો આખરે જીતી જાય છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન