Watch CCTV viral video of Man gets hit by swerving bike
  • Home
  • Featured
  • ‘આને કહેવાય માઠું નસીબ’ વીડિયો જોઈને કારણ વગર ઘવાયેલા શખ્સ વિશે આવું બોલ્યા લોકો!

‘આને કહેવાય માઠું નસીબ’ વીડિયો જોઈને કારણ વગર ઘવાયેલા શખ્સ વિશે આવું બોલ્યા લોકો!

 | 1:08 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો પેલા માણસને ખરાબ નસીબવાળો ગણાવી રહ્યા છે. કારણ કે જેનો કોઈ વાંક જ ન હતો એને કારણ વગરનું અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. એક ભરચક માર્ગ પર વ્રોગ સાઈડમાં જતી એક મોટરસાઈકલથી બચવા માટે બીજી બાઇક કાર તરફ વળી ગઈ હતી અને કાર સામે અથડાઈ હતી જેના કારણે એક રસ્તા પર ઉભેલા રાહદારીને ટક્કર મારી હતી.

ટુ-વ્હીલર સવાર તરત જ રાહદારીની મદદ કરવા જાય છે. પરંતુ દુર્ભાગ્યે આ આખી દુર્ઘટના તેના લીધે થઈ હોય તેવું તેને લાગતું જ નથી. આખી ઘટના રોડની સાઈડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. શહેરની ટ્રાફિક પોલીસે વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન