watch viral video of man uses drone share bottle with friend
  • Home
  • Featured
  • VIDEO: આવા લોકોને તમે કેમ પહોંચો? લોકડાઉન હતું તો ડ્રોનથી બાજુમાં દારૂ મોકલી પાર્ટી કરી!

VIDEO: આવા લોકોને તમે કેમ પહોંચો? લોકડાઉન હતું તો ડ્રોનથી બાજુમાં દારૂ મોકલી પાર્ટી કરી!

 | 3:05 pm IST

કેટલાક દિવસો પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો, એમાં એક શખ્સ ડ્રોનથી ટોયલેટ પેપર પોતાના મિત્રના ઘરે મોકલતો હતો. હવે બીજો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તો એક હોશિંયાર માણસે દારુ મોકલ્યો છે અને એ પણ એક ટીંપુ નીચે ઢોળાઈ નહીં એ રીતે. આ રીતે જોઈને લોકો ચોંકી ઉઠ્યા અને વીડિયો શેર કરી રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, ડ્રોનમાં બે ડ્રિન્કના ગ્લાસ ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. આ દરમિયાન વચ્ચે ક્યાંય પણ એક ટીંપુ પણ દારુ નીચે નથી ઢોળાતો.

આ શખ્સનુ નામ છે Joe Mignone. આ ઘટના છે ઓસ્ટ્રેલિયાની. આવું કારનામું કરનાર શખ્સે પોતાના બાજુમાં રહેનાર મિત્રના ઘરે દારુ મોકલ્યો હતો. આ વીડિયો શેર કરીને એવું કોઈ પણ ન કરે કે આજુબાજુ દારુ શેર કરો. માત્ર એ માટે વીડિયો પોસ્ટ કર્યો છે કે, લોકડાઉનમાં લોકો કેવા કેવા ક્રિએટીવ આઈડિયા લાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન