viral video of showing baby girl laughing for papa boxing skills
  • Home
  • Featured
  • VIDEO: પપ્પાની એક્શન જોઈ દીકરી એવી ખડખડાટ હસી કે, દાંત હોત તો બધા પડી ગયા હોત!

VIDEO: પપ્પાની એક્શન જોઈ દીકરી એવી ખડખડાટ હસી કે, દાંત હોત તો બધા પડી ગયા હોત!

 | 3:16 pm IST

બાળકો હસવાનું શરૂ કરે પછી ક્યારે ખતમ થાય એ કહેવું મુશ્કેલ છે. મોટી વાત તો એ કે બાળકને હસાવવા માટે માણસે મોટી જહેમત ઉઠાવવી પડે, પરંતુ એકવાર હસવાનું શરૂ કરી દે પછી થમવાનું નામ નથી લેતું. આ દિવસોમાં એક વીડિયો સામે આવ્યો છે એમાં કંઈક એવું જ જોવા મળ્યું છે. એક બાળકી બેઠી છે, તેના પપ્પા એક્શન કરી રહ્યા છે. આ જોઈને છોકરી એટલી જોરજોરથી હસે છે કે જોનારાને પણ હસવું આવી જાય. બાળકીના પપ્પા બોક્સિંગ કરતાં જોવા મળી રહ્યા છે.

ફેસબુક પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો આવતા વેંત જ અલગ અલગ માધ્યમમાં શેર થવા લાગ્યો છે. લાખો લોકો વીડિયો જોઈને સ્માઈલ કરી રહ્યા છે. લોકો વીડિયો જોઈને અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ ક્યૂટ તો કોઈએ પપ્પાના પણ વખાણ કર્યા છે. તમે પણ વીડિયો જુઓ અને હસો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન