watch viral video on social media of lion fell into water
  • Home
  • Featured
  • VIDEO: ખરાબ દિવસો તો રાજાના પણ હોય, પરંતુ તેમાંથી ઉગારવાનો રસ્તો શોધે એ જ ખરો રાજા

VIDEO: ખરાબ દિવસો તો રાજાના પણ હોય, પરંતુ તેમાંથી ઉગારવાનો રસ્તો શોધે એ જ ખરો રાજા

 | 12:53 pm IST

ભૂલ ખાલી માણસથી જ થાય એવું નથી હોતું. જંગલના રાજા સિંહ જેવા સિંહથી પણ ભૂલ થાય છે. આ વખતે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહે કરેલી ભૂલ જોઈને તમને પહેલા તો ખડખડાટ હસવું આવશે અને પછી થોડું શીકવા પણ મળશે. આમ પણ માણસ ભૂલ કરીને જ તો શીખે છે. સુશાંતા નંદાએ એક વીડિયો વાયરલ કર્યો છે.

આ વીડિયો શેર કરીને તેણે કેપ્શનમાં લખ્યું કે, રાજાના પણ ખરાબ દિવસો આવે છે, પરંતુ એ દિવસોમાંથી બહાર નીકળવાને જ રાજા બનાવે છે. આ વીડિયોમાં બે સિંહ પોતાની મસ્તીમાં ચાલી રહ્યા છે. થોડા આગળ જતાં જ આગળના સિંહનો એક પગ લપશે છે અને નીચે પાણીથી ભરેલા તળાવમાં ખાબકે છે. આ વીડિયો જોઈને લોકોને હસવું પણ આવે છે અને બીજી તરફ એક શીખ પણ મળી રહી છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન