Watch viral video when monkey So many time slap two tigers
  • Home
  • Featured
  • એક વાંદરાએ બે વાઘને લાફા પર લાફા ઝીંક્યા, વીડિયો જોઈને દાંત પડી જાય એવું હસવું આવશે!!

એક વાંદરાએ બે વાઘને લાફા પર લાફા ઝીંક્યા, વીડિયો જોઈને દાંત પડી જાય એવું હસવું આવશે!!

 | 3:58 pm IST

‘વાંદરુ એટલે વાંદરુ. એની તોલે આ દુનિયાનું કોઈ પ્રાણી ન આવી શકે’ હાલમાં જે વીડિયો વાયરલ થયો એ જોઈને તમને પણ આ જ ખ્યાલ આવશે. એક જ વાંદરું અને બે વાઘને જે રીતે હેરાન કર્યા એનો વીડિયો જોઈને લોકો ખડખડાટ હસવાં લાગ્યા. હવે ખુદ વાઘ પણ કહેતા હશે કે વાંદરાને હલકામાં ન લેવું.

સુશાંતા નંદાએ આ વીડિયો શેર કર્યો છે. તેણે શેર કરીને કેપ્શનમાં લખ્યું કે જો તમે આ જૂનો વીડિયો ન જોયો હોય તો જોઈ લો, એક વાંદરું કઈ રીતે બે વાઘને લાફા મારી રહ્યું છે. હાલમાં લોકો માટે આ વીડિયો ભારે મનોરંજનનું સાધન બની ગયો છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે, એક વાંદરું ઝાડ પર બેઠેલું છે અને બે વાઘ નીચે બેઠા છે. વાંદરું વારાફરતી એક એક વાઘને લાફા મારી રહ્યું છે. વાઘ પણ સામે બદલો લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કંઈ ઉકાળી શકતો નથી. તો જુઓ આ સરસ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન