Virat Kohli Argument with Reporter Over 'Best Indian Side' Tag
  • Home
  • Sports
  • Cricket
  • પત્રકારના સવાલ પર કોહલી ભડકયો, અને પછી…જવાબ આપતો Video વાયરલ

પત્રકારના સવાલ પર કોહલી ભડકયો, અને પછી…જવાબ આપતો Video વાયરલ

 | 12:45 pm IST

મોટાભાગે એવું જોવા મળે છે કે કારમી હાર બાદ પત્રકાર પરિષદ દરમ્યાન ખેલાડી રિપોર્ટરના પ્રશ્ન પર પોતાનો કાબૂ ગુમાવી બેસતા હોય છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે જોવા મળ્યા. ધ ઓવલમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાર બાદ જ્યારે વિરાટ પત્રકાર પરિષદમાં પહોંચ્યો તો સ્વાભાવિક છે કે આકરા પ્રશ્નોનો સામનો કરવાનો હતો અને એવું જ થયું. રિપોર્ટરના પ્રશ્ન પર એટલું ખરાબ લાગ્યું કે જવાબ આપવાની જગ્યાએ પ્રશ્ન પૂછી પોતાનો કાબુ ગુમાવતો દેખાયો.

વિરાટને પૂછવામાં આવ્યું કે આખી સીરીઝમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ટક્કર આપવાની કોશિષ કરી. આ દરમ્યાન શું ટીમ પર છેલ્લાં 15 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ ભારતીય ટીમ હોવાના લેબલનું વધુ દબાણ હતું? શું તમને લાગે છે કે છેલ્લાં 15 વર્ષની સૌથી શ્રેષ્ઠ ટીમ છે. જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું કે કેમ નહીં, અમને વિશ્વાસ છે કે અમે શ્રેષ્ઠ ટીમ છીએ.

પ્રશ્નથી બચતા જોઇ તેને કાઉન્ટર પ્રશ્ન કર્યો કે – શું છેલ્લાં 15 વર્ષની આ સૌથી શ્રેષ્ઠ ભારતીય ટીમ છે? તેના પર કોહલી ભડકયો અને બોલ્યો – તમને શું લાગે છે? તમને શું લાગે છે? તેના પર રિપોર્ટરે કહ્યું કે – મને એવું નથી લાગતું. તેના પર વિરાટે તરત પલટવાર કરતાં કહ્યું કે આ તમારો ઓપિનિયન છે. આટલું કહ્યા બાદ વિરાટ પોતાને સંભાળતો દેખાયો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે ટીકાઓથી ઘેરાયેલા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેમની ટીમનો વિદેશી રોકોર્ડ છેલ્લાં 15-20 વર્ષમાં ટીમોની સરખામણીમાં શ્રેષ્ઠ છે. તેના પર રિપોર્ટરે ભારતીય કેપ્ટનને પ્રશ્ન પૂછયો હતો. આપને જણાવી દઇએ કે ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની સીરીઝમાં માત્ર એક મેચ જીત્યું, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો.