Video: Woman miraculously survives after being run over by a truck
  • Home
  • Featured
  • Video: સ્કૂટી પર જઇ રહેલ મહિલા પર ફરી વળી ટ્રક, પછી જે થયું તે જોઇ રૂંવાડા થઇ જશે ઉભા

Video: સ્કૂટી પર જઇ રહેલ મહિલા પર ફરી વળી ટ્રક, પછી જે થયું તે જોઇ રૂંવાડા થઇ જશે ઉભા

 | 9:52 am IST

કહેવત છે ને કે રામ રાખે તેને કોણે ચાખે. આ કહેવત હકીકતમાં બદલનાર આવો જ એક કિસ્સો ચીનમાં સામે આવ્યો છે. અહીં એક સ્ત્રી ટ્રકની ઝપટમાં આવ્યા બાદ ચમત્કારિક રીતે બચી જાય છે. લોકો તેને મહિલાનું નસીબ ગણાવી રહ્યાં છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે, જો આ વીડિયોને એક વખત જોશો તો વિશ્વાસ નહીં થાય વારંવાર જોવાનું મન થશે. કારણ કે જે રીતે ટ્રક મહિલાને ટક્કર મારે છે તેને જોતા તમને લાગશે જ નહીં કે આ મહિલા બચી ગઇ હશે. કેવાય છે કે આ વીડિયો સાઉથ ચાઇનાના ગુઆંગડોંગનો છે જ્યાં એક મહિલા સ્કૂટી પર જઇ રહી છે. મહિલા વળાંક લેવા જાય છે ત્યારે પાછળથી એક ટ્રક એ જ દિશામાં વળાંક લેવા જાય છે અને પછી અચાનક જ ટ્રકની નીચે આખેઆખું સ્કૂટી મહિલા સાથે આવી જાય છે અને ત્યારબાદ જે થાય છે તે વીડિયો જોઇ દંગ રહી જશો.