Watcher or mumps watchdog selling tobacco near schools
  • Home
  • Featured
  • શાળાઓ નજીક તમાકું વેચતા ફેરિયાઓ કે ગલ્લાવાળા સાવધાન, તંત્ર બન્યું સજ્જ

શાળાઓ નજીક તમાકું વેચતા ફેરિયાઓ કે ગલ્લાવાળા સાવધાન, તંત્ર બન્યું સજ્જ

 | 7:22 am IST

શૈક્ષણિક સંસ્થાઓની ફરતે 100 વારની ત્રિજ્યામાં તમાકુની પ્રોડક્ટોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં આવી બનાવટો વેચતા પાનના લારી-ગલ્લાઓ સામે પાલિકાએ સખત કાર્યવાહી કરી આવા 231 ગલ્લાવાળાઓ પાસે રૃ. 324૦૦નો દંડ વસૂલ કર્યો હતો.

સુરત મહાનગરપાલિકા અને શહેર પોલીસના સહકારથી તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની ફરતે 100 વારની ત્રિજ્યામાં તમાકુની પ્રોડક્ટ વેચનારાઓ પર તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ સાત ઝોનમાં 591 સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. 100 વારની ત્રિજ્યામાં 292 પાનના ગલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 231 પાનના ગલ્લામાં તમાકુની બનાવટો વેચાતી હોવાનું માલૂમ પડયું હતું. પાલિકાએ કુલ 162 જણા સામે કાર્યવાહી કરી કુલ રૃ. 324૦૦નો દંડ ફટકાર્યો હતો. પાલિકાની ઝુંબેશને કારણે આવા પાનના ગલ્લાઓવાળામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.