Water Fountain Comes From Borewell In Amreli
  • Home
  • Featured
  • અમરેલીમાં બંધ બોરમાંથી ઉડ્યો અંદાજે 30 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો, જુઓ વીડિયો

અમરેલીમાં બંધ બોરમાંથી ઉડ્યો અંદાજે 30 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો, જુઓ વીડિયો

 | 4:26 pm IST

અમરેલીના દૂધાળા ગામની સીમની વાડીમાં બંધ બોરમાંથી અચાનક 30 ફૂટ જેટલો ઊંચો પાણીનો ફૂવારો ઉડતાં ગ્રામજનોમાં કૂતુહલ ફેલાઈ ગયું હતું. દૂધાળા ગામે નટુભાઈ ગીડાની વાડીએ આવેલો બોલ લાંબા સમયથી બંધ હતો. અમરેલીમાં વરસાદ સારો પડ્યો હોવાને કારણે બોરમાંથી ફૂવારા ઉડ્યા હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે. જો કે, બોરમાંથી પાણીના ફૂવારા ઉડતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન