નર્મદાનો પવિત્ર કાંઠો પાણી વગર સૂકોભઠ્ઠ થયો, શ્રદ્ધાળુઓ થયા નિરાશ, જુઓ શું કહ્યું, video - Sandesh
NIFTY 10,732.45 -67.40  |  SENSEX 35,355.83 +-192.43  |  USD 68.2000 +0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • નર્મદાનો પવિત્ર કાંઠો પાણી વગર સૂકોભઠ્ઠ થયો, શ્રદ્ધાળુઓ થયા નિરાશ, જુઓ શું કહ્યું, video

નર્મદાનો પવિત્ર કાંઠો પાણી વગર સૂકોભઠ્ઠ થયો, શ્રદ્ધાળુઓ થયા નિરાશ, જુઓ શું કહ્યું, video

 | 9:11 am IST

સરોવર નર્મદા ડેમમા પાણી સતત ઘટી રહ્યું છે. દર કલાકે નર્મદા ડેમની જળસપાટી એક એક સેન્ટિમીટર ઘટી રહી છે. હાલમાં તો નર્મદા ડેમની જળસપાટી છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં સૌથી નીચનાં સ્તર સુધી ઘટીને ૧૧૧.૫૫ મીટરે પહોંચી ગઇ છે. નર્મદા ડેમ પર પાણીની આવક ઉપરવાસમાંથી ઘટીને ૩૬૮૮ ક્યૂસેક થઇ છે. ગુજરાતમાં આ ઉનાળે જળ સંકટની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલ ફેબ્રુઆરી મહિનામાં જ પાણી માટે લોકો ચિંતિંત બન્યા છે, ત્યારે ઉનાળો કેટલો આકરો જશે તેનું લોકો વિચારી રહ્યાં છે.

મધ્ય ગુજરાતમા નર્મદા કાંઠે આવેલા નારેશ્વર, ગરુડેશ્વર, ચાંદોણ, કરનાળી જેવા યાત્રાધામો બારેમાસ શ્રદ્ધાળુઓથી ભરાયેલા હોય છે. ત્યારે શ્રદ્ધાથી શિશ ઝૂકવવા આવેલા અને પૂજાવિધિ કરવા આવતા આ શ્રદ્ધાળુઓ પાણીનો કાંઠો જોઈને નિરાશ થઈ રહ્યા છે. તેઓ નર્મદા નદીમાં ડુબકી લગાવી શકે તેટલું પણ પાણી નથી. બંને કાંઠા સાવ સૂકભટ્ઠ થઈ ગયા છે. ત્યારે હાલ નર્મદાની સ્થિતિ કેવી છે અને શ્રદ્ધાળુઓ શુ વિચારી રહ્યાં છે તે જોઈ લો…