Waterlogging all over Gujarat: 5 inches in Khambhaliya, 4.5 inches in Jamnagar, 3.5 inches in Kaprada
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર: ખંભાળિયામાં 5, જામનગરમાં 4.5, કપરાડામાં 3.5 ઈંચ વરસાદ, જાણો ક્યા કેટલો પડ્યો?

સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર: ખંભાળિયામાં 5, જામનગરમાં 4.5, કપરાડામાં 3.5 ઈંચ વરસાદ, જાણો ક્યા કેટલો પડ્યો?

 | 9:01 am IST
  • Share

સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાદરવામાં ચોમાસાએ જમાવટ કરી છે. રવિવારે પણ મેઘરાજા મહેરબાન રહ્યાં હતા. ખંભાળિયામાં પાંચ ઈંચ અને જામનગરમાં ૪.પ, કપરાડામાં ૩.પ, રાજકોટમાં અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબકતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. આજે દિવસભર સૌરાષ્ટ્રના ૫૪ તાલુકામાં ઝાપટાથી પાંચ ઈંચ વરસાદથી સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા હતા. કચ્છમાં પણ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાતથી સાંજના ચાર વાગ્યા સુધી ખંભાળીયામાં સાડા પાંચ, ભાણવડ ૨, અને કલ્યાણપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં રવિવારે સવારે ધોધમાર ૪ાા ઈંચ વરસાદ પડયો હતો. જોડિયામાં એક, કાલાવડમાં દોઢ, લાલપુર અને જામજોધપુરમાં પોણો-પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં નવા રાજકોટમાં સૌથી વધુ ૨ાા ઈંચ, મધ્ય રાજકોટમાં ૨ અને સામાકાઠે ૧ાા ઈંચ વરસાદ પડયો હતો.

ગોંડલ-લોધિકામાં ૧ાાા, પડધરી-કોટડાસાંગાણીમાં ૧ાા, ઉપલેટામાં ૦ાાા, ધોરાજી અને જામકંડોરણામાં ઝાપટા પડયા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં એક ઈંચ, જૂનાગઢ શહેર અને વિસાવદરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરના રાણાવાવમાં બે ઈંચ, કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતા. મોરબી જિલ્લામાં ટંકારામાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ અને વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલામાં ૦ાા ઈંચ વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લાના વડિયામાં ૦ાા ઈંચ અને બાબરામાં પણ અડધો ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી-લીંબડીમાં ૨ાા ઈંચ વરસાદ નોંધાયો છે. બોટાદ અને ભાવનગર જિલ્લામાં ૦ાાથી ૧ાા ઈંચ વરસાદ પડયો હતો. કચ્છના અંજારમાં દોઢ ઈંચ તથા રાપરમાં સવા ઈંચ, સામખીયાળીમાં માત્ર ૧૫ મિનિટમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

સુરત જિલ્લામાં કામરેજ તાલુકામાં ૪થી ૬ વાગ્યાના બે કલાકમાં ૨.૧૬ ઈંચ, ચોર્યાસી ૧.૨ ઈંચ, ઓલપાડ ૧.૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં વીતેલા ૨૪ કલાકમાં કપરાડામાં ૩.૬ ઈંચ, ઉમરગામમાં ૧.૪ ઈંચ, ધરમપુર ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના ડોલવણ, સોનગઢ અને વાલોડમાં સવા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે એક દિવસ સુરતમાં ભારે જ્યારે વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે બે સ્ટેટ હાઈવે રાજૂલા-ડુંગર રોડ અને કુતિયાણા-મહિયારી રોડ બંધ થતા રાજૂલા, ડુંગર, કુંભારીયા,દેવડા, અમીપુર ગામનો રસ્તો બંધ થયો છે.

માધવપુર-સામરડા રોડ, મંડેર-ઘોડાદર રોડ, ચીચુડી-સરમાં રોડ બંધ થતા સરમાં, સામરડા, મંડેર, ઘોડાદર ગામનો વ્યવહાર કપાયો છે. તળાજાના દાવડા-ટીમાણા રોડ ઉપર શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા કોઝવે પાણીમાં ગરકાવ થતા કુટેલી, ટાઢાવડ, ભેગાળી, શેવાળીયા, દાત્રુડ, ટીમાણા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન