તરબૂચથી તબિયતને તંદુરસ્ત બનાવો - Sandesh
  • Home
  • Kids Corner
  • તરબૂચથી તબિયતને તંદુરસ્ત બનાવો

તરબૂચથી તબિયતને તંદુરસ્ત બનાવો

 | 2:07 am IST

ખાવા જેવી વસ્તુ

તરબૂચ ખાવાના ઘણા ફાયદા છે. ખાસ કરીને તેમાં પાણીનો સ્ત્રોત ઘણો સારો મળી રહે છે. તરબૂચનો ૯૨ ટકા ભાગ પાણીનો હોય છે, જેથી તે શરીરને પાણીની અછત પૂરી પાડે છે. તરબૂચમાં વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બાળકના વિકાસ અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય બખૂબી કરી જાણે છે.

નાનપણમાં ચામડી ઉપર કરોળિયાની સમસ્યા ઘણાં બાળકોમાં જોવા મળતી હોય છે. આ ઉંમર જ એવી છે કે આચરકુચર કાંઈ પણ ખાવામાં આવે એટલે લોહીવિકાર થાય અને લોહીવિકાર ત્વચાની એલર્જી, ત્વચાની નાનીમોટી તકલીફ ઊભી કરે. તરબૂચમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોવાને કારણે તેને ખાવાથી ત્વચાની તકલીફ નથી થતી. લોહી શુદ્ધ બને છે.

હાલના દિવસોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે ખૂબ જરૂરી છે તે આપણે જાણીએ છીએ. આજકાલ દેશવિદેશમાં નવીનવી બીમારીઓ આવતી જાય છે. આવા સમયે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તે ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બને તેટલો વિટામિન સી યુક્ત ખોરાક લેવામાં આવે તો ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનતી હોય છે. તરબૂચમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

તરબૂચમાં ડાયટરી ફાઇબરની માત્રા પણ સારી એવી હોય છે. જેથી તેને ખાવાથી શરીરની પાચનશક્તિ મજબૂત બનતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન