Wax does not remove baby hair, what should I do?
  • Home
  • Fashion & Beauty
  • વેક્સિંગથી બેબી હેર દૂર નથી થતા, શું કરું?  

વેક્સિંગથી બેબી હેર દૂર નથી થતા, શું કરું?  

 | 9:00 am IST

બ્યુટી ક્વેરી :- નેહા દવે

પ્રશ્ન : મારી ઉંમર ૩૦ વર્ષ છે. છેલ્લા ઘણાં સમયથી હું અન્ડર આર્મ્સ કરાવડાવું ત્યારબાદ ત્યાં ઝીણી ઝીણી ફોલ્લી થઇ જાય છે. આ ફોલ્લીમાંથી ઘણીવાર ત્યાં નાનાંમોટાં ગૂમડાં પણ થાય છે. ફોલ્લી થાય ત્યારે કોઇ તકલીફ નથી થતી પણ ગૂમડાં થાય કે મોટી ફોડકી થાય ત્યારે તે જગ્યાએ દુખાવો થાય છે. આવું ન થાય તે માટે શું કરવું જોઇએ?

જવાબ : ઘણી સ્ત્રીઓને અન્ડર આર્મ્સમાં વેક્સ કરે ત્યારે આવી સમસ્યા સતાવતી હોય છે. જોકે આમ ન થાય તે માટેનો શ્રેષ્ઠ રસ્તો તેની સ્વચ્છતા છે. તમે જ્યારે પણ અન્ડર આર્મ્સ કરાવડાવો ત્યારબાદ ત્યાં બરફ ઘસીને પાઉડર લગાવી દો. આમ કરવાથી ફોલ્લી નહીં થાય. આ સિવાય એલોવેરાનો પલ્પ પણ લગાવી શકો છો. એ પણ અન્ડર આર્મ્સ માટે શ્રેષ્ઠ છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારે હાથની રુવાંટીનો ગ્રોથ ઓછો છે, પણ વેક્સ કરાવ્યા બાદ ઘણી રુવાંટી ઝીણીઝીણી ગોળ વળીને ચામડીમાં સમાઇ જાય છે. આના કારણે હાથ ઉપર કાળા ડોટ લાગે છે. આ રુવાંટી વેક્સમાં પણ નથી આવતી. ઘણી રુવાંટી મોટી થઇ ગઇ હોય તો વેક્સ તો સમયસર કરાવી લેવું પડે પણ બેબી હેર મોટા ન થયા હોવાને કારણે સરખા વેક્સમાં ન આવે અને તે ત્વચા ઉપર કાળા ડોટ થયા હોવ તેવા લાગે. આનાથી બચવા શું કરું?

જવાબ : ઘણાંને આવી સમસ્યા સતાવતી હોય છે. બેબી હેરમાં મોટેભાગે સ્ત્રીઓને આ રીતે હાથમાં ગોળી વળી જઇને બ્લેક ડોટ જેવા લાગે. પરિણામે વેક્સ પણ સરખું ન થયું હોય તેવું લાગે અને વેક્સ કરાવ્યાના બે કે ત્રણ દિવસમાં જ બેબી હેર મોટા થવા લાગે જેથી વેક્સ ન કરાવ્યા બરાબર જ થઇ જાય. આમ ન થાય તે માટે અને બેબી હેર જલદીથી બહાર આવી જાય તે માટે વેક્સ કરાવવાના ચાર દિવસ અગાઉ રોજે હળવા હાથે હાથ અને પગ ઉપર થોડું સ્ક્રબ કરો. સ્ક્રબ કરાવવાથી બેબી હેર બહાર આવી જશે અને તે વેક્સમાં પણ આવી જશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન