આ રાશિના લોકો હોય છે સૌથી વધારે જુઠ્ઠા, જાણો તમે તો નથીને - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4175 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ રાશિના લોકો હોય છે સૌથી વધારે જુઠ્ઠા, જાણો તમે તો નથીને

આ રાશિના લોકો હોય છે સૌથી વધારે જુઠ્ઠા, જાણો તમે તો નથીને

 | 1:16 pm IST

કહેવાય છે કે ખોટું બોલવું ખરાબ નથી, પરંતુ કોઈનું સારું થતું હોય ત્યારે.. આપણે બધાં પણ દરરોજ ખોટું બોલીએ છીએ. કારણ ગમે તે હોય પરંતુ આપણે બધા જુઠ્ઠનો સહારો લેતા હોઈએ છીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓનો ખુબ ઉંડો પ્રભાવ આપણા જીવન ઉપર પડતો હોય છે. રાશિઓની મદદથી આપણે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી નાની મોટી જાણકારી હાંસલ કરી શકીએ છીએ. આજે અમે તમને રશિઓના આધાર પર જણાવીશું કે કંઈ રાશિના લોકો સૌથી વધારે ખોટા હોય છે અને કંઈ રાશિના લોકો વધારે ખોટું બોલવાનું પસંદ નથી હોતું.

વૃષભ: આ રાશિના લોકો ખૂબ જિદ્દી સ્વભાવના હોય છે. તેમણે દરેક ચીજ પોતાની જરૂરિયાત પ્રમાણે જોઈતી હોય છે અને તમામ પેરામીટર તેમના તરફ ન હોય ત્યારે તે ચીજ હાંસલ કરવા માટે તે નાના-મોટા જુઠ્ઠનો સહારો લેતા હોય છે.

મિથુન: આ રાશિના જાતકો શરારતી સ્વભાવના હોય છે. તે હંમેશાં બીજાના આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું પસંદ હોય છે. તે સૌથી વધુ જુઠ્ઠનો સહારો લેતા હોય છે. વાત-વાત પર ખોટું બોલવાની તેમની આદત હોય છે. તેમના વિચાર સ્થિર હોતા નથી, સાથે તેમની પસંદ નાપસંદ પણ બદલાતી રહેતી હોય છે.

કન્યા: આ રાશિના જાતકોને ખોટું બોલવું બિલકુલ પસંદ હોતું નથી. જો ક્યારેય તેમની સામે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ તે થોડું વિચારે છે. જો કે ક્યારેક એવું લાગે કે સત્ય બોલવાથી વાત બગડી શકે છે ત્યારે તે ખુબ વિચારીને જુઠ્ઠનો સહારો લેતા હોય છે, પરંતુ તેમનો ઈરાદો એકદમ સાચો હોય છે.

વૃશ્વિક: ખોટું બોલવું વૃશ્વિક રાશિ માટે ખુબ સરળ હોય છે. ઘણી વખત તેમણે સમજવા ખુબ જ મુશ્કેલ હોય છે. તે વાતોમાં પોતાનું ઉમેરીવામાં સૌથી આગળ હોય છે અને એટલા સહજથી જુઠ્ઠ બોલે છે કે તેના પર શંકા કરવી બિલકુલ અશક્ય હોય છે.

મીન: મીન રાશિવાળા જાતકો ખુબ જુઠ્ઠું બોલે છે. આ રાશિના લોકો ખુબ જ સંવેદનશીલ હોય છ. જો ક્યારેક તેમણે ખોટું બોલવું પડે તો તે બીજાની ભલાઈ માટે ખોટું બોલે છે. એટલે કે પોતાના લોકોની તકલીફને પોતાની માની ઘણી વખત ખોટું બોલે છે.