WC Final: ICC reacts on the issue of 6 runs on over throw
  • Home
  • Sports
  • Cricket
  • ઓવર થ્રો પર 6 રન આપવાના મામલે ICCએ હાથ ખંખેર્યા, નિયમને લઈ કહી આ વાત

ઓવર થ્રો પર 6 રન આપવાના મામલે ICCએ હાથ ખંખેર્યા, નિયમને લઈ કહી આ વાત

 | 3:58 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ના ફાઈનલ મુકાબલો ઈંગ્લેન્ડે પોતાના નામે કર્યો. આ મેચને લઈ હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડે ઈનિંગની અંતિમ ઓવરમાં બેન સ્ટોક્સ બે રન દોડ્યો, ત્યાં બોલ ઓવર થ્રોમાં ચાર રન મળ્યા હતા. તેવામાં એમ્પાયરે ઈંગ્લેન્ડને રન આપવાનો નિર્ણય કર્યો હતો. અંતમાં આ મેચ ટાઈ થઈ ગઈ હતી.

ક્રિકેટ ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ એમ્પાયરોમાં ગણાતાં ઓસ્ટ્રેલિયાના સાઈમન ટફેલે આ વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નિયમ પ્રમાણે ઈંગ્લેન્ડને 5 રન જ મળવા જોઈતા હતા. તેઓએ કહ્યું કે, આઈસીસીના નિયમ 19.8 પ્રમાણે, ઓવર થ્રો પર બોલ બાઉન્ડ્રી પાર જાય છે, તો તેમાં બેટ્સમેન દ્વારા દોડાયેલ રન પણ જોડવામાં આવે છે. જો બેટ્સમેને થ્રો કર્યા પહેલાં એકબીજાને ક્રોસ કરી લીધા હોય તો ઓવર થ્રોમાં આ રનને ગણવામાં આવે છે. પણ જો ફિલ્ડરે થ્રો ફેંક્યા પહેલાં બેટ્સમેનોએ એકબીજાને ક્રોસ ન કર્યા હોય તો તે રન ગણાતાં નથી.

આ ઘટના બાદ આઈસીસીના નિયમો પર લોકો સતત સવાલ ઉભા કરી રહ્યા છે. ક્રિકેટના જાણકારની સાથે ક્રિકેટર પણ આઈસીસીની વિરોધમાં બોલી રહ્યા છે. આ મુદ્દે આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે, એમ્પાયર નિયમોની પોતાની વ્યાખ્યા સાથે મેદાન પર નિર્ણય લે છે, અને અમે નીતિના મામલામાં કોઈપણ નિર્ણય પર ટિપ્પણી કરતાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન