આપણે હવા ન ભરીએ તો ફૂગ્ગો પોતાની જાતે ફૂલે ખરો? - Sandesh
  • Home
  • Kids Corner
  • આપણે હવા ન ભરીએ તો ફૂગ્ગો પોતાની જાતે ફૂલે ખરો?

આપણે હવા ન ભરીએ તો ફૂગ્ગો પોતાની જાતે ફૂલે ખરો?

 | 12:40 am IST

તમને ખબર છે આપણા ફેફસાં કેટલું જરૃરી કામ કરે છે, ફેફસાંથી આપણે શ્વાસ અંદર લઇ શકીએ છીએ અને બહાર છોડી શકીએ છીએ. એટલું જ નહીં, પણ આપણે જે ફુગ્ગો ફુલાવીએ છીએ તે હવા પણ આપણા ફેફસાંમાંથી જ નીકળે છે. પણ ક્યારે તમે ફેફસાંની મદદ વગર ફુગ્ગો ફુલાવ્યો છે? તો ચાલો આજે તમને ફુગ્ગો ફુલાવાની નવી તરકીબ બતાવીશંુ. ફુગ્ગાને ફુગ્ગાની જ મદદથી કઇ રીતે ફુલાવી શકાય તે આજે તમને બતાવીશંુ.

પ્રયોગમાં શું શું જોઇશે?

એક પ્લાસ્ટિકની બોટલ, કટર, બે ફુગ્ગા, એક સ્ટ્રો, મોડલિંગ ક્લે, બે રબ્બર બેન્ડ, કાતર.

પ્રયોગમાં શું કરવાનું?

કોઇ મોટાની મદદ લઇને કટરની મદદથી બોટલને નીચેના ભાગથી કાપો. હવે ફુગ્ગાના એક છેડા પર ગાંઠ બાંધો. કાતરની મદદથી તેના બીજા છેડાને કટ કરો. બોટલને જે ભાગથી કાપી છે તે ભાગ પર ગાંઠ બાંધેલા ફુગ્ગાને રબ્બરની મદદથી કવર કરો. હવે બીજો એક ફુગ્ગો લો અને સ્ટ્રોના એક છેડાને ફુગ્ગામાં નાંખો. ત્યારબાદ તેને રબ્બર વડે બાંધી લો. પણ સ્ટ્રોને નાખ્યા પછી ખાતરી કરી લો કે સ્ટ્રો દ્વારા હવાની અવર-જવર થઇ શકે છે કે નહીં. હવે સ્ટ્રોના બીજા છેડાને પકડીને તેની મદદથી ફુગ્ગાને બોટલના ઉપરના મોઢા તરફના ભાગ પરથી અંદર દાખલ કરો. ત્યારબાદ સ્ટ્રો નાખેલા બોટલના મુખને મોેડલિંગ ક્લેની મદદથી હવા ન નીકળે એ રીતે ચુસ્ત રીતે બંધ કરી દો. હવે બોટલના બીજા છેડે બાંધેલા ગાંઠવાળા ફુગ્ગાને ખંેચો.

આમ કરવાથી શંુ થશે?

આમ કરવાથી જ્યારે જ્યારે તમે ગાંઠ બાંધેલા ફુગ્ગાને ખેંચશો ત્યારે ત્યારે બોટલની અંદર રહેલા ફુગ્ગામાં આપોઆપ હવા ભરાશે અને તે ફુલવા લાગશે. આમ થવાનું કારણ બીજું કંઇ નહીં, પણ વોલ્યુમ અને દબાણ વચ્ચેનો સંબંધ છે. આ વોલ્યુમના જથ્થાને કોઇ વસ્તુ દ્વારા પહોળો  કરવામાં આવી રહ્યો છે.

આમ થવાનું કારણ શું?

આ પ્રયોગમાં વસ્તુ તરીકે આપણે હવાને લીધી છે. હવા બોટલની અંદર ચોક્કસ જગ્યા ધરાવે છે. જગ્યા પ્મારણે પોતાનું કદ ધરાવે છે. બોટલ બધી બાજુથી બંધ હોવાથી બહારની હવા અંદર નથી જઇ શકતી અને અંદરની હવા બહાર જઇ શક્તી નથી. નિયમ પ્રમાણે, જ્યારે અંદર રહેલી હવાની આસપાસની જગ્યામાં વધારો થાય ત્યારે વધારાની જગ્યાને ભરવા બહારની હવા તોઆવી શકે એમ નથી, એટલે અંદરની હવા વિસ્તાર પામે છે. વિસ્તાર પામતાં તેના દબાણમાં ઘટાડો થાય છે. જ્યારે હવા સાંકડી જગ્યામાંથી પસાર થાય તો જગ્યા સાંકડી હોવાથી હવા દબાય છે. તેના અણુઓ ભીંસાય છે. એમ પહોળી જગ્યામાં હવા વિસ્તાર પામે છે. તેના અણુ દૂર દૂર થઈ જાય છે.

જ્યારે તમે બોટલના નીચેના ભાગમાં બાંધેલા ફુગ્ગાને ખંેચો છો ત્યારે અંદરની હવા વિસ્તાર પામે એટલે દબાણ ઓછું થાય. એની સામે બોટલની બહારની હવાનું દબાણ પહેલાં જેટલું જ રહેવાથી અંદરની હવા કરતાં વધારે થાય છે. હવા કે પ્રવાહી વધારે દબાણવાળી જગ્યાએથી ઓછા દબાણ વાી જગ્યાએ દોડી જાય છે. આ નિયમ પ્રમાણે બોટલની અંદરની હવામાં ભળી જવા બહારની હવા ધસી આવે છે, પરંતુ એ બોટલમાં જઈ શકતી નથી, કારણ કે વચ્ચે ફુગ્ગો છે. પરિણામે એ ફુગ્ગામાં અંદરથી દબાણ કરે છે. ફુગ્ગો રબરનો હોવાથી હવાના દબાણના કારણે ફૂલવા લાગે છે.

[email protected]