યેદિયુરપ્પાની બહુમતી પર જોરદાર સસ્પેંસ, વિપક્ષના કેટલાંક ધારાસભ્યો ગાયબ? - Sandesh
  • Home
  • India
  • યેદિયુરપ્પાની બહુમતી પર જોરદાર સસ્પેંસ, વિપક્ષના કેટલાંક ધારાસભ્યો ગાયબ?

યેદિયુરપ્પાની બહુમતી પર જોરદાર સસ્પેંસ, વિપક્ષના કેટલાંક ધારાસભ્યો ગાયબ?

 | 4:10 pm IST

કર્ણાટકના વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી હોવાના લીધે ભાજપે સરકાર તો બનાવી લીધા પરંતુ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ભાજપ સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. આ બધાની વચ્ચે જેડીએસ અને કૉંગ્રેસના કેટલાંક ધારાસભ્યો ‘ગાયબ’ થયાની પણ સમાચાર સામે આવી રહ્યાં છે. કૉંગ્રેસ ધારાસભ્યોને ઇગલટન રિસોર્ટમાં લાવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટસના મતે 78માંથી 2 ધારાસભ્ય રિસોર્ટ પહોંચ્યા જ નથી અને હવે ત્રીજા ધારાસભ્ય પણ રિસોર્ટમાંથી બહાર ગયાના સમાચાર છે.

ભાજપને કર્ણાટકમાં બહુમતી સાબિત કરવા માટે 8 ધારાસભ્ય જોઇએ છે. જેડીએસ પહેલાં જ ભાજપ પર ધારાસભ્યોને 100-100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ મૂકી ચૂકી છે. એવામાં કૉંગ્રેસ અને જેડીએસની સામે મોટો પડકાર ફ્લોટ ટેસ્ટ પહેલાં પોતાના ધારાસભ્યોને બચાવી રાખવાનો પણ છે. જો કે કૉંગ્રેસની તરફથી અત્યારે એક જ ધારાસભ્ય બાગી થયાની પુષ્ટિ થઇ છે. કૉંગ્રેસ નેતા ડી ગુંડુરાવે દાવો કર્યો કે વિજયનગરના કૉંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ પાસેથી પાર્ટીનો સંપર્ક થઇ શકતો નથી.

જ્યારે બીજીબાજુ બેંગલુરૂના એગલ્ટન રિસોર્ટ પહોંચેલા કૉંગ્રેસ ધારાસભ્ય ખદેરે કહ્યું કે તેમના તમામ ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં છે અને જે બે ધારાસભ્ય રિસોર્ટ પહોંચ્યા નથી તેઓ પણ પહોંચી જશે. ખદેરે કહ્યું કે તેઓ પણ મેંગ્લોરથી હમણાં જ પાછા આવ્યા છે. આપને જણાવી દઇએ કે એગલ્ટન રિસોર્ટ બેંગલુરૂની સૌથી મોંઘી હોટલોમાંથી એક છે. કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને રોકાવા માટે 132 રૂમવાળા આ રિસોર્ટને બુક કર્યો છે. ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી દરમ્યાન પણ કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને અહીં રાખ્યા હતા.

કર્ણાટક વિધાનસભા પહોંચેલા કૉંગ્રેસ સાંસદ ડીકે સુરેશે કહ્યું કે આનંદ સિંહને છોડી કૉંગ્રેસના તમામ ધારાસભ્ય તેમની સાથે છે. તેમણે દાવો કર્યો કે આનંદ પીએમ નરેન્દ્ર મોદીની ‘ચુંગલ’માં છે. ત્યારે બીજીબાજુ જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે મોદી સરકાર કેન્દ્ર સરકારની સંસ્થાઓનો દુરૂઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે મને ખબર છે કે તેઓ (ભાજપવાળા) ધારાસભ્યોને ધમકાવી રહ્યાં છે. કુમારસ્વામીએ દાવો કર્યો કે કૉંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહે એક બીજા ધારાસભ્યને કહ્યું છે, તેઓ ઇડીનો દરૂઉપયોગ કરી રહ્યાં છે. ઇડીમાં મારો એક કેસ છે, તેઓ મન બર્બાદ કરી દેશે. મારે પોતાને બચાવાનો છે.

આની પહેલાં કૉંગ્રેસના ધારાસભ્ય અમરગૌડા લિંગાગૌડાએ કહ્યું હતું કે ભાજપની તરફથી તેમને પાર્ટીમાં આવવાની ઓફર આપી છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ મંત્રી પદની લાલ આપીને કૉંગ્રેસ ધારાસભ્યને તોડવા માંગે છે. પરંતુ કૉંગ્રેસ ધારાસભ્ય ભાજપની ઝાળમાં આવશે નહીં.

આપને જણાવી દઇએ કે 224 સીટોવાળી કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ભાજપને 104 સીટો મળી છે. જ્યારે કૉંગ્રેસને 78 સીટો અને જેડીએસને 38 સીટો મળી છે.