We Are With India To Fight Against Terror : Saudi Crown Prince Mohammad Bin Salman
  • Home
  • Featured
  • હવે ભારતને સાઉદી અરબિયાનો પણ મળ્યો સાથ, કરી ખુલ્લી ઓફર

હવે ભારતને સાઉદી અરબિયાનો પણ મળ્યો સાથ, કરી ખુલ્લી ઓફર

 | 3:01 pm IST

પુલવામા આતંકી હુમલાને લઈને દુનિયાભરના શક્તિશાળી દેશો ભારતની પડખે આવીને ઉભા છે. આ યાદીમાં હવે સાઉદી અરેબિયાનું નામ જોડાયું છે. તેણે આતંકવાદ વિરૂદ્ધના જંગમાં સાથ આપવાનો વાયદો કર્યો છે. બે દિવસની ભારત મુલાકાતે આવેલા સાઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાને આતંકવાદ મામલે કહ્યું હતું કે, ભારત સાથે આ પ્રકારના સહયોગ માટે તૈયાર છે.

સાઉદી પ્રિંસે કહ્યું હતું કે, અમે ઈન્ટેલિજંસથી લઈને તમામ પ્રકારની મદદ માટે તમારો સાથ આપવા તૈયાર છીએ. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ હુમલો દુનિયામાં છવાયેલા આતંકવાદી ખતરાઓની બર્બરતાની નિશાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમે એ વાત પર સહમત છીએ કે આતંકવાદીઓને સમર્થન આપી રહેલા દેશો પર દબાણ વધારવું જરૂરી છે. અતિવાદ વિરૂદ્ધ મજબુત કાર્યયોજનાની જરૂર છે જેથી આતંકી શક્તિ યુવાઓનોને ગેરમાર્ગે ના દોરી શકે. વડાપ્રધાને કહ્યું હતું કે, મને એ વાતનો આનંદ છે કે, સાઉદી અરેબિયા અને ભારત આ સંબંધે સમાન પ્રકારના વિચારો ધરાવીયે છીએ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે એ વાત પર પણ સહમત થયા છીએ કે કાઉન્ટર ટેરરિઝમ, સમુદ્રી સુરક્ષા અને સાઈબર સિક્યુરિટીના ક્ષેત્રમાં બંને પક્ષો વચ્ચે સંબંધ વધુ મજબુત થશે. અમારા નિમંત્રણને સ્વિકાર કરવા માટે હું ક્રાઉન પ્રિંસનો આભારી છું.

44 બિલિયન ડોલરના રોકાણની હૈયાધારણા

ક્રાઉન પ્રિંસે કહ્યું હતું કે, આ મારી પહેલી યાત્રા છે. હું ભારત આવી ચુક્યો છું, પરંતુ પ્રતનિધિમંડળ સાથે પહેલી મુલાકાત છે. અમારા સંબંધોમાં લોહીમાં છે અને હજારો વર્ષો જુના છે. છેલ્લા 50 વર્ષોમાં આ સંબંધો વધારે મજબુત થયા છે. અમારા હિતો પણ એક સરખા છે.

મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે, સાઉદી અરબમાં મોદી 2016માં આવ્યા હતાં. ત્યારથી લઈને અત્યાર સુધી અમે ખુબ જ મહત્વની સફળતા હાંસલ કરી છે. અમે 44 બિલિયન ડૉલરના રોકાણ પર સહમતિ દાખવી છે. સલમાને કહ્યું હતું કે, અમે ડાઈવર્સિફિકેશન પર કામ કરી રહ્યાં છીએ અને ભારત સાથે સગયોગ કરવા માંગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન