NIFTY 10,210.85 -23.60  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચીનની ભારતને ધમકી, દલાઈ લામા કાર્ડ રમવું મોંઘું પડશે

ચીનની ભારતને ધમકી, દલાઈ લામા કાર્ડ રમવું મોંઘું પડશે

 | 6:25 pm IST

અરુણાચલ પ્રદેશના છ વિસ્તારોના નામ બદલવાના પોતાના નિર્ણય પર ચીને કહ્યું કે, આવું કરવું તેમનો કાયદાકીય હક છે. ચીને દાવો કર્યો છે કે, તે નામ બદલી શકે છે. કારણ કે, આ રાજ્યનો એક હિસ્સો દક્ષિણી તિબ્બત છે. જોકે, ભારત વર્ષોથી પાડોશી દેશનો આ દાવો નકારતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને દલાઈ લામા અરુણાચલ પ્રદેશના પ્રવાસ પર આપત્તિ વ્યક્ત કરતા ચીનના નાગરિક ક્ષેત્રના મંત્રાલયે આ વિસ્તારના 6 એરિયના નામ ચીની નામ પરથી રાખવાનું એલાન કર્યું હતું. ત્યારે ભારતના શહેરી વિકાસ મંત્રી વૈકેયા નાયડુએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, અરુણાચલ ભારતનો અભિન્ન હિસ્સો છે, અને ચીનની પાસે ભારતીય વિસ્તારોના નામ રાખવાનો અધિકાર નથી.

ચીનના સરકારી મીડિયાએ ચેતવણી આપી છે કે, જો ભારત દલાઈ લામાનો તુચ્છ ખેલ રમવાનું ચાલુ રાખશે, તો તેને મોટી કિંમત ચૂકવવી પડશે. આ સાથે જ અખબારે બીજિંગ દ્વારા અરુણાચલ પ્રદેશના છ જગ્યાના નામ રાખવા પર ભારતની પ્રતિક્રિયાને બેતુકા કહીને ફગાવી દીધો છે.

સરકારી ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક લેખમાં આ આરોપોને બેતુકી ટિપ્પણી કહી દીધી છે. કહ્યું છે કે, તે મૂર્ખતાપૂર્ણ છે કે તે વિવિધ કાઉન્ટીયોના નામ નથી રાખી શક્યા, જ્યારે અરુણાચાલ પ્રદેશના 6 વિસ્તારો પર ચોંટી ગયા છે.

અખબારમાં ”ભારત ખેલી રહ્યું છે દલાઈ કાર્ડ, ચીનની સાથે ક્ષેત્રીય વિવાદ બદતર થયો” હેડિંગ સાથે છપાયેલા લેખમાં કહેવાયું છે કે, ભારતને આ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કે કેમ ચીને આ વખતે દક્ષિણ તિબ્બતમાં માનકીકૃત નામોનું એલાન કર્યુ છે. તેમાં લખાયું છે કે, દલાઈ લામા કાર્ડ રમવું નવી દિલ્હી માટે ક્યારેય અકલમંદી ભર્યો નિર્ણય નથી રહ્યો. જો ભારત આ તુચ્છ ગેમ રમવાનું ચાલુ રાખશે, તેના માટે માત્ર મોટી કિંમત ચૂકવીને જ તે પૂરો થશે.

ગ્લોબલ ટાઈમે લખ્યું છે કે, દક્ષિણ તિબ્બત ઐતિહાસિક રૂપથી ચીનનો હિસ્સો રહ્યો છે, અને ત્યાંના નામ સ્થાનીય જાતિની સંસ્કૃતિનો હિસ્સો છે. ચીની સરકાર માટે વિસ્તારોના નામ રાખવું વાજબી છે.

ઉલ્લેખનીય છે કે, ચીન દાવો કરે છે કે, અરુણાચલ પ્રદેશ દક્ષિણત તિબ્બત છે. ચીને 19 એપ્રિલના રોજ એલાન કર્યું હતું કે, તેણે ભારતના પૂર્વોત્તરી રાજ્યના 6 વિસ્તારોના અધિકારીક નામ આપ્યા છે. ચીનનું આ પગલું દલાઈ લામાના સીમાવર્તી રાજ્યની યાત્રાને લઈને બીજિંગ દ્વારા ભારતનો વિરોધ વ્યક્ત કરવાના કેટલાક દિવસો બાદ ભરાયું છે.