We can prepare booster dose for Omicron in six months: Adar Poonawala
  • Home
  • India
  • ઓમિક્રોન માટે છ મહિનામાં બૂસ્ટર ડોઝ તૈયાર કરી શકીએ છીએ: અદાર પૂનાવાલા

ઓમિક્રોન માટે છ મહિનામાં બૂસ્ટર ડોઝ તૈયાર કરી શકીએ છીએ: અદાર પૂનાવાલા

 | 11:32 pm IST
  • Share

  • ઓમિક્રોન માટે અદાર પૂનાવાલા બૂસ્ટર ડોઝ તૈયાર કરશે
  • છ મહિનામાં બૂસ્ટર ડોઝ તૈયાર થઇ શકે છે: પૂનાવાલા
  • લોકોએ રસીના અભાવ વિશે ચિંતા કરવાની જરૂર નથી: પૂનાવાલા

કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિઅન્ટને પગલે સમગ્ર વિશ્વમાં ભય ફેલાયો છે ત્યારે ભારતમાં થોડી રાહતની સ્થિતિ જોવાઈ રહી છે. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા આ વેરિઅન્ટને નાથવા માટે બૂસ્ટર ડોઝ લાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સીરમના વડા અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, સંશોધકો દ્વારા આ વાઇરસને સમજવાનું કામ ચાલી રહ્યું છે. હજી બે અઠવાડિયા જેવો સમય લાગી શકે છે. એક વખત તેનું પરિણામ આવી જશે પછી આગળની સ્થિતિ સ્પષ્ટ થશે. જરૂર જણાશે તો અમે નવી રસી વિકસાવવા માટે પણ સજ્જ છીએ. તેમણે જણાવ્યું કે, લોકોને બૂસ્ટર ડોઝ આપવા માટે અમે કામગીરી કરી શકીએ છીએ. આમ કરવામાં છ મહિનાનો સમય લાગી શકે છે. શોધના આધારે જ નક્કી થશે કે ત્રીજો કે ચોથી ડોઝ બૂસ્ટર ડોઝ રહેશે કે કેમ?

ઓમિક્રોન માટે વધારાની રસીની આવશ્યકતા ન પડે તેવું પણ બની શકે છે. હાલમાં પણ અમારી પાસે વધારાના ડોઝનો મોટો સ્ટોક છે. લોકોએ રસીના અભાવ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો