ભાજપે ગઠબંધન તોડતા મેહબૂબા મુફ્તીએ આખરે મૌન તોડ્યું, કર્યા અનેક ખુલાસા - Sandesh
NIFTY 11,010.20 +53.10  |  SENSEX 36,496.37 +145.14  |  USD 68.8400 -0.21
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Featured
 • ભાજપે ગઠબંધન તોડતા મેહબૂબા મુફ્તીએ આખરે મૌન તોડ્યું, કર્યા અનેક ખુલાસા

ભાજપે ગઠબંધન તોડતા મેહબૂબા મુફ્તીએ આખરે મૌન તોડ્યું, કર્યા અનેક ખુલાસા

 | 2:29 pm IST

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળવારે શ્રીનગરમાં પીડીપી નેતા મેહબૂબા મુફ્તીએ પ્રેસ કોન્ફરન્સ કરી સૌપ્રથમવાર ચુપકીદી તોડી હતી. મેહબૂબા મુફ્તીએ ગઠબંધન તુટ્યા બાદ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, મુફ્તી સાહેબે મોટા વિઝનના કારણે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. હું ભાજપના આ નિર્ણયથી અચંભિત છું. અમે સત્તા માટે ગઠબંધન નહોતુ કર્યું.

મુફ્તીએ કહ્યું હતું કે, આ ગઠબંધનના અનેક હેતુ હતાં. જેમ કે, સીઝફાયર, પીએમનો પાકિસ્તાન પ્રવાસ, 11 હજાર યુવાઓ વિરૂદ્ધ કેસ પાછો ખેંચવોનો સમાવેશ થાય છે. મુફ્તીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અમે કોઈ જ ગઠબંધન તરફ આગળ નથી વધી રહ્યાં.

ભાજપે ગઠબંધન તોડતા જ મેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ત્યાર બાદ આ મામલે પહેલીવાર મૌન તોડતા કહ્યું હતું કે, ભાજપ અને પીડીપી એમ બંને પાર્ટીઓએ એક સાથે કામ કરવાનું વાતાવરણ ઉભુ કરવામાં ઘણો સમય લાગી ગયો. આ ગઠબંધન મોટા હેતુસર કરવામાં આવ્યું હતું. દેશમાં વડાપ્રધાનને ખુબ સમર્થન મળ્યું હતું, આ સ્થિતિમાં તે જમ્મૂ-કાશ્મીરના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. એક વાત તો સ્પષ્ટ થઈ ચુકી છે કે, જમ્મૂ-કાશ્મીરમાં કડકાઈની નીતિ અમલી ના બની શકે. એ સમઝવું પડશે કે, જમ્મૂ-કાશ્મીર દુશ્મન નથી. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને સાથે રાખવાના પ્રયાસ કરવા જોઈએ.

મુફ્તીએ કહ્યું હતું કે, મુફ્તી સાહેબે જે હેતુથી જોડાણ કર્યું હતું, તે પુરો થયો છે. અમારી સરકારે સીઝફાયર, વડાપ્રધાનને પાકિસ્તાન જવું, કલમ 370 સાથે છેડછાડ ન કરવા દેવી, પથ્થરબાજીના આરોપોનો સામનો કરી રહેલા 11 હજાર યુવાઓ પરથી કેસ પાછા ખેંચ્યા. અમે સત્તા માટે સરકાર નહોતી બનાવી. અમે અમારો એજન્ડા પુરો કર્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ આવવાથી જમ્મૂમાં રહેતા મુસલમાનો અસહજ થયા.

રાજધાની દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં પીડીપી સરકારમાંથી સમર્થન પાછુ ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભાજપના અધ્યક્ષ અમિત શાહે જમ્મૂ-કાશ્મીર મામલે નિર્ણય લઈ સૌકોઈને ચોંકાવી દીધા હતાં. ભાજપના મહાસચિવ રામ માધવ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને જમ્મૂ ભાજપના બીજા નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમર્થન પાછુ ખેંચવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતાઓએ મેહબૂબા પર આતંકવાદને રોકવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત પણ ભાજપે મેહબૂબા મુફ્તી પર આરોપોની વણઝાર સર્જી દીધી હતી.

આવો રહ્યો સમગ્ર ઘટનાક્રમ

અમે સત્તા માટે ભાજપ સાથે ગઠબંધન નહોતુ કર્યું : મુફ્તી

મેં રાજ્યપાલને એ કહીને રાજીનામું સોંપ્યુ કે અમે ગઠબંધનનો વધુ વિકલ્પ નથી જોતા : મેહબૂબા મુફ્તી

પીડીપી કોઈની સાથે ગઠબંધન કરીને સરકાર નહીં બનાવે : મુફ્તી

લોકોમાં 370 કલમને લઈને ખુબ જ ડર હતો : મુફ્તી

કાશ્મીર ખીણમાં શાંતિ માટેના અમારા પ્રયાસો અવિરત રહેશે.

કાશ્મીરમાં બળપૂર્વક શાસન ચલાવવું શક્ય નથી : મુફ્તી

કાશ્મીરમાં શાંતિ માટે વાતચીત અત્યંત જરૂરી : મુફ્તી

જનતાની ભલાઈ માટે ગઠબંધન કરવામાં આવ્યું હતું : મેહબૂબા મુફ્તી

11 હજાર લોકો સામેના કેસ પાછા ખેંચ્યા : મુફ્તી

અમારા પ્રયાસોના કારણે જ સીઝફાયર થયું : મુફ્તી

370 કલમને લઈને વિવાદ હતો : મેહબૂબા મુફ્તી

મેહબૂબા મુફ્તીની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે.

મેહબૂબા મુફ્તીની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે.

 • ઓમર અબ્દુલ્લા રાજ્યપાલને મળવા પહોંચ્યા.

 • ઓમર અબ્દુલ્લા રાજ્યપાલને મળવા ગયા
 • મેહબૂબા મુફ્તી 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો પક્ષ રજુ કરશે.
 • ભાજપ-પીડીપી ગઠબંધન એંટી નેશનલ હતું : શિવસેના
 • જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે: નઇમ અખ્તર
 • આ ગઠબંધન નૉર્થ પોલ અને સાઉથ પોલને મળવા જેવું હતું: ઓવૈસી
 • PDPએ ખુદ પોતાના માટે આ મુસીબાત બોલાવી હતી. આ પીડીપી માટે એક શીખ છે: ઓવૈસી
 • તેમણે ભ્રષ્ટાચાર કર્યો, ખૂબ પૈસા કમાયા અને હવે ગઠબંધન તોડી દીધું. હું તેના માટે સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારને જવાબદાર માનું છું: ગુલામ નબી આઝાદ, કૉંગ્રેસ
 • અમે ભાજપની સાથે સરકાર ચલાવાની પૂરી કોશિષ કરી. આ અમારા માટે સરપ્રાઇઝ એટલા માટે છે કારણ કે અમને આ નિર્ણય અંગે ખબર જ નહોતી: રફી અહમદ, પીડીપીના પ્રવકતા
 • જમ્મુ-કાશ્મીરને બર્બાદ કર્યા બાદ આ પોતાની જવાબદારીમાંથી ભાગી શકે નહીં: ગુલામ નબી આઝાદ, કૉંગ્રેસ
 • આ સરકાર દરમ્યાન સૌથી વધુ સીઝફાયર થયા, સૌથી વધુ સૈનિક મર્યા, સામાન્ય નાગરિક મર્યા. સૌથી વધુ જે આકંડા આવે છે તે ભાજપ-પીડીપીના ખાતામાં જાય છે: ગુલામ નબી આઝાદ, કૉંગ્રેસ
 • જમ્મુ-કાશ્મીરને પીડીપી-ભાજપે બર્બાદ કર્યું: ગુલામ નબી આઝાદ, કૉંગ્રેસ
 • ખુશી છે કે કેન્દ્રે પોતાની ભૂલ માની: ગુલામ નબી આઝાદ, કૉંગ્રેસ
 • નેશનલ કોન્ફરન્સે પોતાની પાર્ટીની બેઠક બોલાવી: મીડિયા રિપોર્ટ્સ
 • કાશ્મીરમાં જે પણ થયું તેમાં ભાજપની ભૂમિકા હતી હવે તે તેનાથી પાછળ હટી શકશે નહીં: સીતારામ યેચુરી
 • જો ગવર્નર શાસન લાગે છે ત્યારે પણ આતંકવાદીઓની વિરૂદ્ધ અમારું અભિયાન ચાલુ રહેશે: રામ માધવ, ભાજપા
 • ભાજપ-પીડીપીનું દેશદ્રોહી ગઠબંધન હતું: શિવસેના
 • જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર લાગૂ કરવાની અમારી મજબૂતી નોહીત: રામ માધવ, ભાજપા
 • રમઝાનમાં 1 મહિના માટે ઓપરેશન રોકવા પાછળ અમારી મંશા સારી હતી: BJP
 • કાશ્મીરમાં જે પરિસ્થિતિ છે તે ઠીક કરવા માટે તેને કાબૂમાં કરવા માટે રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાવમાં આવે: BJP
 • પીડીપીએ વિકાસના કામોમાં અડચણ નાંખવાનું કામ કર્યું: BJP
 • જમ્મુ-કાશ્મીરને 80 કરોડ રૂપિયાના વિકાસનું પેકેજ આપ્યું: BJP
 • કાશ્મીર ઘાટીના લીધે સુધારામાં રાજ્ય સરકાર અસફળ રહી: BJP
 • જમ્મુ અને લદ્દાખની પ્રજા કેટલાંય કામોમાં ભેદભાવ મહેસૂસ કરે છે: BJP
 • કેન્દ્ર હંમેશા જમ્મુ-કાશ્મીર સરકારને મદદ આપી રહી છે: BJP
 • ગૃહમંત્રી રાજનાથ સિંહે ખુદ જઇ ત્યાંની સ્થિતિની સમય-સમય પર મુલાકાત લીધી: BJP
 • જમ્મુ-કાશ્મીરમાં ફ્રીડમ ઓફ સ્પીચ ખતરામાં છે. તાજેતરમાં જ એક જાણીતા પત્રકાર શુજાત બુખારીની હત્યા કરી દીધી હતી: BJP
 • ભાજપે જમ્મુ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછું લીધું

 • જનતાના જનાદેશને ધ્યાનમાં રાખીને અમે જમ્મુ-કાશ્મીરમાં પીડીપીની સાથે સરકાર ચલાવાનો નિર્ણય લીધો હતો: રામ માધવ
 • અમે સૌની સહમતિ સાથે આજે એ નિર્ણય લીધો છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપા પોતાની ભાગીદારીને પાછી લેશે: BJP