ઓવૈસીના નિવેદન પર સેનાએ આપ્યો જડબાતોડ જવાબ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ઓવૈસીના નિવેદન પર સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

ઓવૈસીના નિવેદન પર સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

 | 1:35 pm IST

શહીદો પર રાજકારણ કરનારાઓને સેનાએ બુધવારના રોજ જડબાતોડ જવાબ આપ્યો. સેનાએ સ્પષ્ટતા કરી કે કોઇપણ શહીદનો કોઇ ધર્મ હોતો નથી. ઉલ્લેખનીય છે કે સુંજવાન આર્મી કેમ્પર પર આતંકવાદી હુમલામાં શહીદ જવાનો પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સેનાની ઉત્તર કમાનના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ દેવરાજ અનબુએ ઓવૈસીનું નામ લીધા વગર કહ્યું કે અમે શહીદને સાંપ્રદાયિક રંગ આપતા નથી. તેમણે ટૂંકમાં કહ્યું કે જે લોકો સેનાની કાર્યશૈલી જાણતા નથી તેઓ જ આ પ્રકારના નિવેદન આપે છે.

ઓવૈસીએ એક દિવસ પહેલાં જ કહ્યું હતું કે સુંજવાનમાં સાતમાંથી પાંચ લોકો કાશ્મીરી મુસલમાન હતા, જે મરી ગયા છે. ઓવૈસીએ કહ્યું કે જે મુસલમાનોને આજે પણ પાકિસ્તાની સમજે છે, તેને આમાંથી શીખ લેવી જોઇએ. આ દરમ્યાન ઓવૈસીએ જમ્મુ-કાશ્મીરમાં સત્તારૂઢ પીડીપી-ભાજપ ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ કહ્યું હતું કે બંને મળીને ડ્રામા કરી રહ્યાં છે અને બેસીને મલાઇ ખાઇ રહ્યાં છે.

બીજીબાજુ સુંજવાન કેમ્પ સહિત તાજેતરના આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપતા લેફ્ટિનેંટ જનરલ દેવરાજે કહ્યું કે દુશ્મન હતોત્સાહિત છે. જ્યારે તે સરહદ પર નિષ્ફળ થાય છે ત્યારે કેમ્પર પર હુમલા કરે છે. આ દરમ્યાન દેવરાજે કહ્યું કે જે પણ દેશની વિરૂદ્ધ ઉભું થશે, તે આતંકવાદી છે અને અમે તેને બરાબર પાઠ ભણાવીશું.

દેવરાજે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં બાદામી બાગ કેન્ટની સાથે ઉધમપુરમાં પણ ધર્મ સ્થળ છે. મારા ઘરે પણ એક ધર્મ સ્થળ છે, તેમાં તમામ પંથના પ્રતિક છે. જે લોકો સેનાની કાર્યશૈલીને જાણતા નથી તે લોકો જ આ પ્રકારના નિવેદનો આપી રહ્યાં છે. લેફ્ટિનેંટ જનરલ દેવરાજે શોપિયાં ફાયરિંગ કેસ પર કહ્યું કે તેઓ નોર્ધન કમાન્ડને હેડ કરી રહ્યાં છે. આ દરમ્યાન તેમણે મેજર આદિત્ય કેસ પર કહ્યું કે આનાથી જવાનોનું મનોબળ તૂટવાનું નથી.

વધતા આતંકવાદ માટે સોશ્યલ મીડિયા જવાબદાર
આતંકમાં સામેલ થઇ રહેલા યુવાનો પર ચિંતા વ્યક્ત કરતાં લેફ્ટિનેંટ જનરલ દેવરાજે કહ્યું કે ચોક્કસ આ એક ચિંતાનો વિષય છે. આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. દેવરાજે આતંકી ઘટનાઓ અને આતંક સાથે જોડાયેલ યુવાનો માટે સોશ્યલ મીડિયાને પણ જવાબદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે વધતી આતંકી ઘટનાઓ માટે સોશ્યલ મીડિયા પણ જવાબદાર છે. અહીં મોટાપાયા પર યુવાનોને આકર્ષિત કરાઇ રહ્યાં છે. મને લાગે છે કે આપણે આ મુદ્દા પર પણ હવે ધ્યાન આપવાની જરૂર છે.

તમામ આતંકી સંગઠન એક
લેફ્ટિનેંટ જનરલે કહ્યું કે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા, અને જૈશ-એ-મોહમ્મદમાં કોઇ ફરક નથી. તેઓ એકબીજાના સંગઠનમાં આવતા-જતા રહે છે. દેવરાજે કહ્યું કે કોઇપણ જે દેશની વિરૂદ્ધ હથિયાર ઉઠાવશે, તે આતંકી છે અને સેના તેને બરાબર ઝપટમાં લેશે.