We expected India to be more resilient to US pressure, says Iranian Minister
  • Home
  • Featured
  • ઇરાને કહ્યું – ભારત અમેરિકાથી ડરે છે, થોડીક વધુ હિંમત દેખાડો, કારણ કે…

ઇરાને કહ્યું – ભારત અમેરિકાથી ડરે છે, થોડીક વધુ હિંમત દેખાડો, કારણ કે…

 | 1:48 pm IST

ઇરાનના વિદેશ મંત્રી જાવેદ જરીફે કહ્યું છે કે ભારત અમેરિકાના દબાણમાં આવીને નિર્ણયો લઇ રહ્યું છે. જો કે તેમની આ ટિપ્પણી અમેરિકન પ્રતિબંધોના કારણે ભારતની ઇરાનમાંથી તેલની ખરીદી બંધ કરવાના નિર્ણયને લઇ હતી.

ઇરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે તેમને ભારત તરફથી આશા છે કે તેઓ અમેરિકન પ્રતિબંધોના દબાણનો વધુ મજબૂતીથી પ્રતિરોધ કરે. તેહરાનમાં ઇન્ડિયન વુમેન પ્રેસ કોર્પ્સ સાથે વાતચીતમાં જાવેદ જરીફે કહ્યું કે ભારતને અમેરિકા હેરાન કરી રહ્યું છે. તેઓ તમને અમારી પાસેથી તેલ નહીં ખરીદવાનું કહી રહ્યા છે. જરીફે સ્વીકાર્યું કે ભારત અમેરિકાનો વિરોધ કરવા માંગતુ નથી પરંતુ સૌથી મોટા લોકતંત્ર હોવાના નાતે તેમણે પોતાના હિતોની દેખભાળ કરવી જોઇએ. ભારતે ચોક્કસ પ્રતિબંધોની વિરૂદ્ધ પોતાનો પક્ષ મૂકવો જોઇએ.

બીજીબાજુ ઇરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની તુલના હાઇ સ્કૂલના તોફાની બાળકો સાથે કરી જે કલાસમાં સૌથી નબળા છોકરાને પોતાનું નિશાન બનાવે છે. જ્યારે તમે કોઇને પરેશાન કરો છો તો તમારા પોતા માટે તે સ્થિતિ વધુ ખતરનાક હોય છે. આ વૈશ્વિક રણનીતિક ભૂલ છે જે કેટલાંય દેશ કરી રહ્યા છે. લોકોને લાગે છે કે તેમણે ટ્રમ્પની સાથે ઉભા રહેવું જોઇએ. અમેરિકા દુનિયાની ત્રણ મહાશક્તિઓ ઇરાન, રશિયા અને ચીનને પણ ડરાવા-ધમકાવાની કોશિષ કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચેની દોસ્તીના પ્રદર્શન પર ઇરાનની નજર ગઇ. જરીફે કહ્યું કે હાલ ટ્રમ્પને ટેકસાસમાં વોટો માટે મોદીની જરૂર છે. ભારતે આવા કિસ્સામાં લાંબાગાળાના હિતોની દ્રષ્ટિથી નિર્ણય લેવો પડશે.

દક્ષિણ-પૂર્વ ઇરાનના ચાબહાર બંદરની ધીમી પ્રગતિને લઇ પણ ઇરાનના વિદેશ મંત્રીએ નિરાશા વ્યકત કરી. ચાબહાર પોર્ટમાં ભારતની પણ ભાગીદારી છે. તેમણે કહ્યું કે ચાબહાર પર કામ એટલું ઝડપથી થતું નથી જે ગતિએ થવું જોઇતું હતું. પરંતુ ચાબહાર અને ઇરાનથી પણ વધુ અગત્યનું છે કારણ કે તેનાથી આખા ક્ષેત્રની સ્થિરતા અને અફઘાનિસ્તાનનું ભવિષ્ય પ્રભાવિત થઇ શકે છે.

જરીફે કહ્યું કે ચાબહાર થોભવાની ક્ષેત્રમાં આતંકવાદથી મુક્તિ અને કાયદો-વ્યવસ્થાનો રસ્તો ખત્મ થઇ દશે. જો કે ચાબહાર પોર્ટ ભારત, ઇરાન અને અફઘાનિસ્તાનની વચ્ચે રણનીતિક માર્ગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન