'દેશદ્રોહી કહેશો તો પણ ફરક નહીં પડે, પાક. સાથે યુદ્ધ નહીં, વાત કરો' - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ‘દેશદ્રોહી કહેશો તો પણ ફરક નહીં પડે, પાક. સાથે યુદ્ધ નહીં, વાત કરો’

‘દેશદ્રોહી કહેશો તો પણ ફરક નહીં પડે, પાક. સાથે યુદ્ધ નહીં, વાત કરો’

 | 4:24 pm IST

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં ત્રણ આતંકી હુમલાની કોશિષ કરાઇ છે. જમ્મુના સુંજવાના બાદ સોમવાર સવારે શ્રીનગરના સીઆરપીએફ હેડક્વાર્ટર પર પણ હુમલાની કોશિષ કરાઈ હતી. હુમલાની જવાબદારી લશ્કરે લીધી છે. સતત થઇ રહેલા આતંકી હુમલા પર જમ્મુ-કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનની વાતચીતની વકાલત કરી છે, ત્યાં પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાન પર આકરું નિવેદન આપ્યું છે.

મુફ્તીએ ટ્વીટ કરીને અપીલ કરી છે કે જો આપણે આ લોહિયાળને રોકવા માંગીએ છીએ તો પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરૂરી છે. મને ખબર છે કે આજે મને ટીવી ન્યૂઝ ચેનલો દ્વારા એન્ટી નેશનલ જાહેર કરી દેવાશે. પરંતુ મને તેનાથી કોઇ ફરક પડતો નથી. જમ્મુ-કાશ્મીરના લોકો પીડિત છે. આપણે વાત કરવી પડશે કારણ કે યુદ્ધ કોઇ વિકલ્પ નથી.

બીજીબાજુ મુફ્તીના નિવેદનથી ઉલટુ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જેટલો આતંકવાદ વધશે, એટલી મુસીબત આવશે અને પાકિસ્તાનમાં વધુ મુસીબત આવશે. ત્યાં કંઇ પણ આવશે નહીં. અબ્દુલ્લાએ કહ્યું કે જો આ જ સ્થિતિ રહી તો હિન્દુસ્તાનની હકુમતને પણ વિચારવું પડશે કે આગળનું પગલું શું હશે.

આપને જણાવી દઇએ કે શનિવારે સવારે જમ્મુના સુજવાન હુમલા બાદ રવિવારના રોજ શોપિયાં સેનાના કેમ્પ પર ફાયરિંગ કરાયું અને સોમવારના રોજ શ્રીનગરના સીઆરપીએફ હેડક્વાર્ટર પર હુમલો થયો. શનિવારના રોજ 5 જવાનો અને સોમવારે શ્રીનગરમાં એક જવાન શહીદ થયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે.

એકબાજુ ખીણની અંદર આતંકી સતત સુરક્ષાબળો પર હુમલા કરી રહ્યા છે તો બીજીબાજુ પાકિસ્તાની સેના LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે. સતત સીઝફાયર કરીને પાકિસ્તાનની કોશિષ છે કે ભારતીય સરહદમાં આતંકીઓની ઘૂસણખોરી કરવામાં આવે.