We Have All The Information About paper Leak Says Shivanand Jha
  • Home
  • Featured
  • પેપર લીક મામલે DGP શિવાનંદ ઝાનું નિવેદન, કહ્યું “અમારી પાસે ગુનેગારની તમામ માહિતી”

પેપર લીક મામલે DGP શિવાનંદ ઝાનું નિવેદન, કહ્યું “અમારી પાસે ગુનેગારની તમામ માહિતી”

 | 6:54 pm IST

પેપર લીક મામલે DGP શિવાનંદ ઝાનું નિવેદન સામે આવ્યું છે. શિવાનંદ ઝાએ કહ્યું કે, “પેપર લીક થયું હોવાનું સત્ય બહાર આવી ગયું છે. આ પરીક્ષા ટૂંક સમયમાં જ લેવામાં આવશે.” તેમણે કહ્યું કે, “કોઈ પરીક્ષાર્થી સાથે અન્યાય ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીક મામલે તપાસ ચાલી રહી છે. આરોપી સામે કડકમાં કડક ગુનો નોંધવામાં આવશે. અમારી પાસે ગુનેગારની તમામ માહિતી છે. તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. આ મામલે ક્રાઇમ બ્રાંચ અને ATSને તપાસ સોંપવામાં આવી છે.”

તો બીજી તરફ આ ઘટનાને લઇને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે કૉંગ્રેસ 6 મહાનગરોમાં આ ઘટનાનો વિરોધ કરશે. યુથ કૉંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પરીક્ષા રદ્દ થતા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કૉંગ્રસનાં ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરીક્ષાર્થીઓને આર્થિક વળતર આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે. ધારાસભ્ય ઋત્વિક મકવાણા, લલિત વસોયા અને લલિત કગથરાએ પત્ર લખ્યો છે અને પેપર લીક મામલે SITની રચના કરવાની માંગણી કરી છે.

 

ઉલ્લેખનીય છે કે પેપર લીક થવાનાં કારણે લોકરક્ષક ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. પેપર લીકની ઘટનાની CMએ ગંભીરતાથી નોંધ લીધી છે. CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસનાં આદેશ આપ્યા છે. આ ઉપરાંત ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસભાડું નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, “ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન