વિપક્ષમાં પડી તિરાડ! રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીતિશકુમારનું NDAના ઉમેદવારને સમર્થન - Sandesh
  • Home
  • India
  • વિપક્ષમાં પડી તિરાડ! રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીતિશકુમારનું NDAના ઉમેદવારને સમર્થન

વિપક્ષમાં પડી તિરાડ! રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીતિશકુમારનું NDAના ઉમેદવારને સમર્થન

 | 1:59 pm IST

બિહારના સત્તાધારી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન કરશે. મુખ્યમંત્રી નીતિશકુમારે આ મામલે જેડીયુ વિધાયકો, મંત્રીઓની એક બેઠક બોલાવી હતી. બેઠક બાદ જેડીયુ વિધાયક રત્નેશ સદાએ આ જાહેરાત કરી હતી. જો કે ઔપચારિક જાહેરાત સાંજે કરવામાં આવશે. જો કે ઔપચારિક જાહેરાત સાંજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ કરવામાં આવશે. નીતિશકુમારના એનડીએ ઉમેદવારને સમર્થ આપવાની વાત એ વિપક્ષની એકતાને મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. નીતિશકુમારે જ સૌથી પહેલા રાષ્ટ્રપતિ માટે વિપક્ષી એક્તાની વકિલાત કરી હતી. જેડીયુનું રામનાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાતની સાથે જ એનડીએના ઉમેદવારની સ્થિતિ વધુ મજબુત બની ગઈ છે. હવે તેમના પક્ષમાં 50 ટકાથી વધુ મત પડી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ ગુરુવારે એક બેઠક યોજવાની છે જેમાં ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે તામિલનાડુના ડીએમકે પણ કોવિંદને સમર્થન આપવા પર વિચાર કરી શકે છે. નીતિશકુમારે રાષ્ટ્રપતિ પદ માટે કોવિંદના નામ પર આ અગાઉ સહમતિના સંકેતો આપ્યાં હતાં. જો કે તેમણે પાર્ટી બેઠક બાદ આ અંગે જાહેરાત કરવાની વાત કરી હતી.

જો કે ઔપચારિક જાહેરાત સાંજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ કરવામાં આવશે. નીતિશકુમારના એનડીએ ઉમેદવારને સમર્થ આપવાની વાત એ વિપક્ષની એકતાને મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. નીતિશકુમારે જ સૌથી પહેલા રાષ્ટ્રપતિ માટે વિપક્ષી એક્તાની વકિલાત કરી હતી. જેડીયુનું રામનાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાતની સાથે જ એનડીએના ઉમેદવારની સ્થિતિ વધુ મજબુત બની ગઈ છે. હવે તેમના પક્ષમાં 50 ટકાથી વધુ મત પડી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ ગુરુવારે એક બેઠક યોજવાની છે જેમાં ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે તામિલનાડુના ડીએમકે પણ કોવિંદને સમર્થન આપવા પર વિચાર કરી શકે છે.

નીતિશકુમારે વિપક્ષમાંથી અલગ રસ્તો પકડ્યા બાદ હવે 2019 માટે થઈ રહેલી વિપક્ષી એક્તાની કોશિશોમાં તિરાડ દેખાઈ રહી છે. જો કે કોંગ્રેસે નીતિશકુમારને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનમાં જોડી રાખવાની ભરપૂર કોશિશો કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ નીતિશકુમારે પાર્ટી નેતાઓની મીટિંગમાં કોવિંદને સમર્થન આપવા પાછળ 2 કારણો જણાવ્યાં. પહેલો તર્ક એ રજુ કર્યો કે રામનાથ કોવિંદ બિહારના ગવર્નર બન્યાં ત્યારથી તેમની સાથે સારા સંબંધો છે. રાજ્યપાલ તરીકે કોવિંદે નીતિશકુમાર સરકાર માટે મુશ્કેલીઓ પેદા કરી હોય તેવું ક્યારેય બન્યું નથી.

તેમના કહેવા મુજબ જ્યારે દારૂબંધી પર બનેલો કડક કાયદો વિવાદમાં હતો તેવા સમયમાં પણ અને કાનૂની સ્તરે આલોચના થઈ રહી હતી ત્યારે પણ કોવિંદે તેના પર પોતાની સહમતી કોઈ પણ સવાલ ઉભો કર્યા વગર આપી હતી. આ ઉપરાંત કુલપતિઓની નિયુક્તિ પર પણ નીતિશની પસંદને સહમતી આપી હતી.

બીજો તર્ક એ રજુ કર્યો કે તેઓ તેઓ દલિતો વિરુદ્ધ છે તેવો સંદેશો આપવા માંગતા નથી. નીતિશકુમારે બિહારમાં પોતાની રાજનીતિક જમીન મહાદલિત મતોના આધારે મેળવી હતી. આ મતો તેમનો સૌથી મોટો દાવ પણ છે. તેમના કહેવા મુજબ જો તેઓ કોવિંદનો વિરોધ કરે તો તેનાથી ખોટો સંદેશ જઈ શકે છે.

વિપક્ષથી અલગ થઈને એનડીએના ઉમેદવારને સમર્થન કરવાના રાજનીતિક સંદેશ અંગે નીતિશે કહ્યું કે આ બસ રાષ્ટ્રપતિ ચૂંટણી સુધીનો મામલો છે. તેમણે ઉદાહરણ રજુ કર્યું કે 2012માં એનડીએમાં હતાં તો પણ તેમણે યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજીનું સમર્થન કર્યુ હતું. જો કે ત્યારબાદથી જ તેમના એનડીએ સાથે રાજનીતિક મતભેદો શરૂ થઈ ગયા હતાં અને એક વર્ષ બાદ જેડીયુ ઔપચારિક રીતે એનડીએથી અલગ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન