We Have Entered Recession: IMF Chief Kristalina Georgieva
  • Home
  • Business
  • IMF પ્રમુખનું આવ્યું સૌથી મોટું નિવેદન, વૈશ્વિક અર્થતંત્રની મંદીમાં ENTRY, 2009 કરતાં પણ…

IMF પ્રમુખનું આવ્યું સૌથી મોટું નિવેદન, વૈશ્વિક અર્થતંત્રની મંદીમાં ENTRY, 2009 કરતાં પણ…

 | 7:17 am IST

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)ના પ્રમુખ કિસ્ટલીના જૉર્જીવાએ શુક્રવારના રોજ કહ્યું કે કોરોના વાયરસ મહામારીથી અર્થતંત્ર મંદીની તરફ ધકેલાયું છે અને વિકાસશીલ દેશોની મદદ માટે મોટાપાયા પર નાણાંકીય પોષણની જરૂર પડશે. તેમણે ઓનલાઇન સંવાદદાતાઓની સાથે વાતચીતમાં કહ્યું કે એ સ્પષ્ટ છે કે આપણે મંદીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હાલની સ્થિતિ 2009માં વૈશ્વિક નાણાંકીય સંકટથી પણ વધુ ખરાબ છે.

દુનિયાના બજારોને 2500 અબજની જરૂર

જૉર્જીવા એ કહ્યું કે દુનિયાભરમાં આર્થિક ગતિવિધિઓ અચાનક ઠપ થવાની સાથે ઉભરતા બજારોને 2500 અબજ ડોલરના નાણાંકીય પોષણની જરૂર પડશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે અમારું માનવું છે કે આ આંકડો ઓછો છે. અત્યાર સુધી 80થી વધુ દેશોએ મુદ્રાકોષને આપાત સહાયતાનો આગ્રહ કર્યો છે.

175થી વધુ દેશોને અસર

કોરોના અત્યાર સુધી 175થી વધુ દેશોમા ફેલાઇ ચૂકયો છે. આખી દુનિયામાં કોરોના વાયરસના 529614 કેસ સામે આવી ચૂકયા છે. 121454 દર્દી રીકવર થઇ ચૂકયા છે અને એક્ટિવ કેસ 384446 કેસ છએ. કોરોનાના લીધે મોતનો આંકડો 23714 થઇ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 724 કેસ સામે આ્યા છે અને 17 લોકોના મોત થયા છે અને એક્ટિવ કેસ 640 છે.

2 ટ્રિલિયન ડોલરની જાહેરાત સંભવ

આખી દુનિયામાં કોરોનાથી અર્થતંત્રને બચાવા માટે સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરાય રહી છે. અમેરિકા કોરોનાની વિરૂદ્ધ જંગમાં 2 લાખ કરોડ ડોલર એટલે કે 2 ટ્રિલિયનના સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી શકે છએ. તેને લઇ વોટિંગ પ્રક્રિયા ચાલુ છે.

આ વીડિયો પણ જુઓ : હરિદ્રારમાં ફસાયેલા ગુજરાતીઓ વતન તરફ રવાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન