અમે ભારતીય યૂઝર્સનો ડેટા ચીનને આપ્યો નથી : ટિકટોક - Sandesh
  • Home
  • India
  • અમે ભારતીય યૂઝર્સનો ડેટા ચીનને આપ્યો નથી : ટિકટોક

અમે ભારતીય યૂઝર્સનો ડેટા ચીનને આપ્યો નથી : ટિકટોક

 | 12:53 am IST

। નવી દિલ્હી ।

ભારત સરકાર દ્વારા બ્લોક કરાયેલી ૫૯ મોબાઇલ એપ્લિકેશન પૈકીની એક ટિકટોકે મંગળવારે જણાવ્યું હતું કે અમે ટિકટોકના ભારતીય યૂઝર્સની કોઇ માહિતી ચીનની સરકાર સહિત અન્ય કોઇ વિદેશી સરકારને આપી નથી અને ભવિષ્યમાં આપીશું પણ નહીં. ભારત સરકારે પ્રતિબંધ લાદ્યાના થોડા જ કલાકોમાં ટિકટોક ઇન્ડિયાના વડા નિખિલ ગાંધીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ભારત સરકારે સંબંધિત સ્ટોક હોલ્ડર્સને સ્પષ્ટતાઓ રજૂ કરવા સમન્સ પાઠવાયાં છે. મંગળવારે ભારત માટેના ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર પરથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત તમામ ૫૯ મોબાઇલ એપ્લિકેશનને હટાવી લેવામાં આવી હતી.

નિખિલ ગાંધીએ જણાવ્યું હતું કે, ટિકટોક ભારતીય કાયદા અંતર્ગત તમામ ડેટા પ્રાઇવસી અને સિક્યુરિટી જોગવાઇઓનું પાલન જારી રાખશે. કંપનીએ ભારતમાંના અમારા યૂઝર્સની કોઇપણ માહિતી ચીનની સરકાર સહિત અન્ય કોઇ વિદેશી સરકારને પૂરી પાડી નથી.

૪૮ કલાકમાં સરકારી પેનલ દ્વારા પ્રતિબંધિત એપ્સની સુનાવણી કરાશે

ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ટિકટોક સહિતની ૫૯ મોબાઇલ એપ્લિકેશન કંપનીઓ દ્વારા થનારી રજૂઆતોની ૪૮ કલાકમાં સરકારી પેનલ દ્વારા સુનાવણી કરાશે. ૫૯ ચીની મોબાઇલ એપ્સ પર યૂઝર્સ ડેટાનો બિનઅધિકૃત ઉપયોગ કરવાનો આરોપ મુકાયો છે. સરકારે જણાવ્યું છે કે મોબાઇલ એપ્સ કંપનીઓ દ્વારા અપાનારા ખુલાસાની તપાસ હાથ ધરાશે. સુનાવણી કરનાર સમિતિમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય, ગૃહમંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને CERT-inના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;